Sunday, July 5, 2026
HomeGeneralદિલ્હી હિંસા: જહાંગીરપુરીમાં તપાસ કરવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

દિલ્હી હિંસા: જહાંગીરપુરીમાં તપાસ કરવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે સાંપ્રદાયિક હિંસાના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પર ચાર-પાંચ પથ્થરો ફેંકવામાં આવ્યા છે. આ દરમિયાન એક પોલીસકર્મીને પણ સામાન્ય ઈજા થઈ હતી. અગાઉની હિંસામાં ગોળી ચલાવનાર વ્યક્તિ સોનુ જે હજી પણ ફરાર છે. તેની ભાભીને દિલ્હી પોલીસ પૂછપરછ માટે લાવી હતી. જેના કારણે સ્થાનિક મહિલાઓએ હોબાળો શરૂ કર્યો હતો.



મળતી માહિતી મુજબ, 17 એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં 16 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં રમખાણો દરમિયાન એક વ્યક્તિ (વાદળી કુર્તામાં) ગોળીબાર કરતો દેખાતો હતો. ઉત્તર પશ્ચિમ જિલ્લાની પોલીસ ટીમ તેને શોધવા અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરવા માટે સીડી પાર્ક રોડ પર તેના ઘરે ગઈ હતી. જવાબી કાર્યવાહીમાં પરિવારજનોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. જો કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

જહાંગીરપુરી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમના સમક્ષ એક પત્ર અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કોર્ટની સુઓ મોટુ સંજ્ઞાન અને કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટને જહાંગીરપુરી હિંસાની નિષ્પક્ષ તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવા વિનંતી કરવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનું નિવેદન પણ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જહાંગીરપુરી ઘટનાની દરેક એંગલથી તપાસ કરવા માટે અમે 14 ટીમો બનાવી છે.



હિંસા અંગે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, હનુમાન જયંતિ પર શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ હિંસા શરુ થઈ હતી. ક્રાઈમ બ્રાંચ શનિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા કેસની તપાસ કરી રહી છે. ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દ્ર યાદવે ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ આજે સવારે જહાંગીરપુરી પહોંચી ગઈ છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ અહીં પુરાવા એકત્ર કરવામાં લાગેલી છે.
જહાંગીરપુરી હિંસામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 પોલીસકર્મીઓ છે.

- Advertisement -

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ હિંસામાં ઘાયલ થયેલા દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર (SI) મેદા લાલને પણ મળ્યા છે. દિલ્હી પોલીસ કમિશનરે રવિવારે મોડી રાત્રે જહાંગીરપુરી પોલીસ સ્ટેશનના SI મેદા લાલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને આ મુશ્કેલ સમયમાં વિભાગ તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

આ હિંસાના આરોપી અંસાર અને અસલમને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અસલમે જ દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટર મેદા લાલને ગોળી મારી હતી. તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તે જ સમયે અંસાર પોતાની સાથે ચાર-પાંચ લોકોને લઈને આવ્યો હતો અને મસ્જિદ પાસે જુલૂસના સભ્યો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ વિવાદ બાદ બંને પક્ષે પથ્થરમારો શરૂ થયો હતો.



આ કેસમાં આરોપી 35 વર્ષીય અંસારની પત્નીનો દાવો છે કે તેનો પતિ નિર્દોષ છે. પરિસ્થિતિ કાબૂ બહાર થતી જોઈ તેઓ સમાધાન માટે જ ગયા. અત્યાર સુધીમાં 12 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બાકીના આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ત્રણ પિસ્તોલ અને પાંચ તલવાર મળી આવી છે. છેલ્લા અઠવાડિયામાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ – ચાર રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસા પણ થઈ છે. આ હિંસા રામ નવમીની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી. આમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular