Saturday, July 4, 2026
HomeGeneralઅહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપ્યો મોટો આંચકો, નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ છોડીને...

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપ્યો મોટો આંચકો, નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જોડાવાની શક્યતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: મંગળવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું હતું કે, તેઓ પોતાના રાજકીય ભવિષ્યની રાહ જોઈને થાકી ગયા છે, પરંતુ કોંગ્રેસના નેતૃત્વ તરફથી કોઈ ઉત્સાહ ન હતો અને તેમણે પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમણે ટ્વિટ કર્યું: “રાહ જોઈને કંટાળી ગયો છું. ટોચની નેતાગીરી તરફથી કોઈ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. મારા વિકલ્પો ખુલ્લા છે.”



મૂળ ગુજરાતના વતની ફૈઝલ પટેલે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આ ટિપ્પણી કરી હતી. ફૈઝલે ગયા વર્ષે એપ્રિલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના લાંબા સમયથી રાજકીય સલાહકાર અને પાર્ટીના સંકટમોચક અહેમદ પટેલનું 25 નવેમ્બર, 2020 ના રોજ કોવિડ ચેપને પગલે આરોગ્યની મુશ્કેલીઓને કારણે નિધન થયું હતું.



અહેમદ પટેલે સંસદમાં આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે – ત્રણ વખત લોકસભામાં અને પાંચ વખત રાજ્યસભામાં. ભરૂચ મતવિસ્તાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો. પાર્ટીના ઘટતા જતા ચૂંટણી ભાગ્યને જોતા ઘણા યુવા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. તેમ જ ફૈઝલ પટેલનું આ ટ્વિટ કોઈ ચોક્કસ સંકેત આપી રહ્યું હોય તેમ લાગે છે.

- Advertisement -





- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular