Friday, July 3, 2026
HomeGeneralરાજસ્થાનના CMના પુત્ર વિરુદ્ધ મહારાષ્ટ્રના નાસિકમાં FIR, કરોડો રૂપિયાની છેતરપિંડી આરોપ

રાજસ્થાનના CMના પુત્ર વિરુદ્ધ મહારાષ્ટ્રના નાસિકમાં FIR, કરોડો રૂપિયાની છેતરપિંડી આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નાસિક: રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત વિરુદ્ધ મહારાષ્ટ્રના નાસિકમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઈ-ટોઈલેટનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે છેતરપિંડીના આરોપમાં રાજસ્થાનના પ્રવાસન વિભાગમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. 17 માર્ચે વૈભવ સહિત 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.



ગંગાપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રિયાઝ શેખે જણાવ્યું હતું કે, “રાજસ્થાન અને ગુજરાતના 16 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સુશીલ પાટીલ નામના એક વ્યક્તિએ આ FIR નોંધાવી છે, જેમાં આરોપ છે કે તેની પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ” ફરિયાદી સુશીલ પાટીલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસના કાર્યકર સચિન વાલરેએ તેમને 2018માં ખાતરી આપી હતી કે તે અશોક ગેહલોતની નજીક છે.

આ ગાઢ સંબંધને કારણે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા સરકારી કોન્ટ્રાક્ટનું સંચાલન કરે છે. “તેઓએ મને સરકારી કોન્ટ્રાક્ટ સાથે કામ કરતી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભાગીદાર બનવા કહ્યું. મેં તે કંપની દ્વારા રૂ. 6.80 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે મારા રોકાણ પરનું વળતર બંધ થઈ ગયું. તે પછી મારી અને વૈભવ ગેહલોત વચ્ચે વાતચીત થઈ. ત્યારે વૈભવ ગેહલોતે મને મારા રોકાણ પર વળતરની ખાતરી આપી હતી.



ફરિયાદ નોંધાવનાર પાટીલે સરકારી સુરક્ષાની પણ માંગ કરી છે કારણ કે તેઓ એફઆઈઆર નોંધ્યા બાદ તેમની સુરક્ષાને લઈને પણ ખૂબ ચિંતિત છે. તેણે કહ્યું, “મેં શક્તિશાળી લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, તેથી મને મારા જીવનો ડર છે.”વૈભવ ગેહલોતે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે મને તેમના વિશે કોઈ માહિતી નથી અને મારો આ બનાવ સાથે કોઈ સંબંધ નથી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular