નવજીવન ન્યૂઝ. નવીદિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનના ભારે વિરોધ થઈ રહ્યો છે. તેવાંમાં આજે કેટલાક સંગઠનોએ ભારત બંધનું એલાન આપીને અગ્નિપથ યોજનના વિરોધને સમર્થન આપ્યું છે. જેની અસર સમગ્ર દેશના રેલવે તંત્ર પર થઈ છે.
અગ્નિપથ યોજનના વિરોધની અસર ગુજરાતના સુરત સહિત દેશના વિવિધ સ્થળો પર તેની અસર વર્તાઈ રહી છે. આ યોજનાના વિરોધ પ્રદર્શનમાં સૌથી વધારે અસર રેલવે વ્યવહારને થઈ છે. આજે સુરતમાં 8 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. બિહાર સહિતના અનેક રાજ્યોમાં ચાલતા વિરોધને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે.
અગ્નિપથ યોજનના ભારે વિરોધ વચ્ચે આજે સુરતમાં 6 ટ્રેન રદ્દ, 2 ટ્રેન ડાઈવર્ટ અને 8 ટ્રેનને અસર થઈ છે. મુઝફ્ફરપુર-સુરતની ટ્રેન અને ઉઘના-દાનાપુર પણ અસર થઈ છે. ઉપરાંત બાંદ્રા-સહરસા સહિતની 6 ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં પશ્ચિમ રેલવે ખુબ પ્રભાવિત થયું છે. 19 જૂનના રોજ અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા એક્સપ્રેસને રદ્દ કરવામાં આવી હતી.
તા.20 જુનની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ, તા.૨૨ જુનની બરૌની-અમદાવાદ એક્સપ્રેસ તેમજ તા.૨૧ જુનની પટના-અમદાવાદ એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગ્નિપથ યોજનાને લઇને બિહારમાં ચાલી રહેલા હિંસક આંદોલનને લઇને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદની પણ પાંચ ટ્રેનને રદ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











