નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આજે તારીખ 20 જૂનના દિવસે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. આ નિર્યણો વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી રાહત અપાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. સૌથી મોટો લેવાયેલો નિર્ણય તે છે કે નાપાસ થયેલા વિદ્યાર્થીનું હવે વર્ષ બગડશે નહીં. જ્યારે બીજો નિર્ણય લેવાયો છે કે, વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સર્ટિફિકેટ માટે રૂપિયા ચૂકવવા પડશે નહીં.
ધોરણ 12ના પરિણામો આવતા જ કોલેજોમાં એડમીશન પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભિમાણી દ્વારા ગઈકાલે આચાર્યો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો કે, હવેથી સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે પરીક્ષા વર્ષમાં એક વખત જ લેવામાં આવતી હતી હવે આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ થયા બાદ 6 મહીનાની અંદર જ પરીક્ષા આપવાનો મોકો મળી જશે.
સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોવિઝન ડિગ્રી સર્ટિફિકેટ માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ટૂંકમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ નિર્યણથી સીધી જ હજારો વિદ્યાર્થીઓને રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રોવિઝન ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓને રૂપિયા 150 ફી ચૂકવવા પડતા હતા, પરંતુ આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓને આ સર્ટિફિકેટ નિઃશૂલ્ક મળશે.
પરીક્ષા બાબતે અન્ય એક મોટો નિર્યણ પણ લેવામાં આવ્યો છે. જેમાં હવેથી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં લેવામાં આવશે. ટૂંકમાં મોર્નિંગ શિફ્ટમાં સેમેસ્ટર 1, નૂન શિફ્ટમાં સેમેસ્ટર 3 અને ઈવનિંગ શિફ્ટમાં સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ અને ફી મામલે પણ રાહત મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટરવાઈઝ વિદ્યાર્થીઓની ફી સાથે પરીક્ષા ફોર્મ પણ લેવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. અગાઉ પરીક્ષાની તારીખના 15 દિવસ પહેલા જાહેર થતી અને કેટલાક વિદ્યાર્થીઓ મોડા પડતા તેમને લેટ ફી ભરવી પડતી હતી, પરંતુ હવે આ નિર્યણથી લેટ ફીનો સવાલ જ નહીં થાય કારણ કે, કોલેજ દ્વારા જ વિદ્યાર્થીઓના ફોર્મ સમયસર ભરવાના રહેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











