નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Panchmahal News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જવાનજોધ યુવાનો હાર્ટ એટેકના (Heart Attack) કારણે મોતને ભેટી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર પછી આવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કેટલાક યુવાનો જિમમાં કસરત કરતાં કરતાં તો કોઈ રમત-ગમત દરમિયાન મોતને ભેટી રહ્યા છે. આવામાં પંચમહાલ (Panchmahal) જિલ્લામાંથી આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં વરઘોડા દરમિયાન વરરાજાને ખભે બેસાડીને નાચતો યુવક અચાનક જ જમીન પર ઢળી પડે છે અને મોતને ભેટે છે. જેનો વીડિયો સોશિલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામની આ ઘટના છે. ગામમાં રામભાઈ સવાભાઇ બામણીયાના પુત્ર જુવાન કુમારના લગ્ન હતાં. લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં DJના તાલે લોકો ઝૂમી રહ્યા હતા. વરરાજા જુવાન પણ મિત્ર વિનોદના ખભે બેસીને માહોલને માણી રહ્યો હતો. એવામાં અચાનક જ વિનોદ ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો. સાથે વરરાજા જુવાન કુમાર પણ ખભા પરથી ઉતરી ગયો.
અચાનક બેભાન થયેલા વિનોદને સારાવાર માટે સંતરામપુર માટે લઈ જતી વેળાએ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. વિનોદનું અવસાન થવાનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું અનુમાન છે. જવાનજોધ વિનોદનું લગ્ન પ્રસંગ દરમિયાન મોત થતાં ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796