Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બેગ બતાવો! કહી ગઠીયા દાગીનાની કરી ગયા કળા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બેગ બતાવો! કહી ગઠીયા દાગીનાની કરી ગયા કળા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ નકલી ઓળખ આપી લોકોને ઠગતા ભેજાબાજનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ જણાય છે. તાજેતરમાં જ નકલી પી.એમ.ઓ. અધિકારી, નકલી સી.એમ.ઓ. અધિકારી અને નકલી પોલીસની (Fake Police) ઓળખ આપતા ઠગ ((Thug) ઝડપાયા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) કુરિયર કંપનીમાં નોકરી કરતા એક વ્યક્તિને બે અજાણ્યા લોકોએ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) પોલીસ તરીકેની ઓળખ આપી લાખોના દાગીના પડાવી લીઘા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

અમદાવાદમાં એર પાર્સલ સર્વિસમાં કુરીયર બોય તરીકે કામ કરતા મનિષ સોની ગત 3 મેના રોજ મેમનગર વિસ્તારમાં આવેલી જ્વેલરીની દુકાનમાં પાર્સલ લેવા માટે ગયો હતો. જેમાં રૂપિયા 3 લાખની કિંમતનું 35.369 ગ્રામ સોનું હતું. આ સોનાના પાર્સલને બેગમાં લઈ તે નગવરંગપુરા પાસે નેશનલ પ્લાઝામાં સોનાનું બીજુ પાર્સલ લેવા માટે ગયો હતો. જેમાં રૂપિયા 50 હજારની સોનાની વિંટી હતી. બંને પાર્સલને લઈને મનિષ મોપેડ પર માણેકચોક ખાતે જવા માટે નિકળ્યો હતો. જે માલ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી લૂંટારાઓ લૂંટી લીધી હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -

પોલીસની ઓળખ આપી બેગમાંથી ચોરી કરી

ફરિયાદમાં જણાવ્યું અનુસાર મનિષ લો ગાર્ડન નળ વાળા ચાર રસ્તા પાસે પહોંચ્યો તે દરમિયાન બે અજાણ્યા વ્યક્તિ ટુ-વ્હિલર પર આવ્યા હતા. તેમણે મનિષને રોકી ઉભો રાખ્યો હતો. મનિષને થોભાવી બંને અજાણ્યા વ્યક્તિએ ક્રાઈમબ્રાન્ચ પોલીસમાં નોકરી કરતા હોવાનું કરી વાહન ચેકિંગ માટે કહ્યું હતું. આમ બંને શખ્સોએ મનિષના બેગને તલાસીના નામે લીધું હતું અને બાદમાં બેગ પરત પણ આપી દિધું હતું.

બાદમાં જ્યારે મનિષે માણેકચોક ખાતેની ઓફિસે પહોંચી બેગ ચેક કરતા તેને સોનાના બે પાર્સલ જોવા મળ્યા ન હતા. આમ તેને ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી બેગ ચેક કરતા શખ્સો હાથ ફેરો કરી ગયાની શંકા ગઈ હતી. પરંતુ ગભરાઈ ગયેલા કુરિયર બોય મનિષે રૂપિયા 3,50,000ના પાર્સલ ચોરીની ફરિયાદ કરી ન હતી. આખરે આ બાબતની જાણ કુરિયર કંપનીના માલિકને થતા તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા સી.સી.ટી.વી.ના આધારે તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular