Wednesday, February 18, 2026
HomeInternationalબાળકને ચૂંબન મામલે દલાઈ લામાએ માગી માફી, જીભ ચૂસવા કહ્યું હતું બાળકને!

બાળકને ચૂંબન મામલે દલાઈ લામાએ માગી માફી, જીભ ચૂસવા કહ્યું હતું બાળકને!

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: બૌધ્ધ ધર્મના વડા દલાઈ લામાનો એક વીડિયો વાયરલ (Dalai Lama kid kiss video) થયો છે જેમાં બાળકના હોઠ પર ચૂંબન કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં દલાઈ લામા બાળકને તેમની ‘જીભ ચૂસવા’ (Suck my tongue) માટે કહેતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ (Viral Video) થતા દલાઈ લામા વિવાદમાં ઘેરાયા છે. ત્યારે દલાઈ લામાએ આજરોજ સોમવારે તેમના શબ્દો મામલે બાળક અને તેના પરિવારની માફી માગી છે. મહત્વની વાત છે કે આ વીડિયો સામે આવતા દલાઈ લામા રીતસર સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર ટ્રોલ (Troll) થવા લાગ્યા છે.

દલાઈ લામાએ માફી માગી

ઘટનાની વિગત એવી છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં બૌધ્ધ ધર્મના વડા દલાઈ લામાના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક બાળક તેમને ધાર્મિક સન્માન આપવા પહોંચે છે. ત્યારે દલાઈ લામાએ બાળકને ચૂંબન કર્યું હતું. બાદમાં દલાઈ લામાએ બાળકને પોતાની જીભ ચૂસવા માટે પણ તે બાળકને કહ્યું હતું. દલાઈ લામાનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ટ્રોલીંગ શરૂ થઈ ગયું હતું. લોકો આકરી ટિપ્પણી કરતા કહી રહ્યા હતા કે આ વર્તન અશોભનીય અને અભદ્ર પ્રકારનું છે. લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે કોઈ ધાર્મિક કે આધ્યામીક વડાને આ પ્રકારનું વર્તન શોભે નહીં અને તેનો બચાવ કોઈ પણ રીતે ન જ થવો જોઈએ.

- Advertisement -

વધુ વાંચો: ધાર્મિક ઝંડાના ‘કથિત અપમાન’ બાદ ઝારખંડના જમશેદપુરમાં ઘર્ષણ, કલમ 144 લાગૂ

આમ વિવાદથી ઘેરાયેલા દલાઈ લામાએ હવે બાળક અને તેના પરિવારની માફી (Apologize) માગી છે. તેમણે બાળક અને તેના પરિવારની પોતાના શબ્દો ‘શું તમે મારી જીભ ચૂસી શકો છો’ તે અંગે માફી માગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દલાઈ લામાએ વર્ષ 2019માં એ કહીને વિવાદ પેદા કર્યો હતો કે જો તેમના ઉત્તરાધિકારી તરીકે એક મહિલા આવે તો તે “આકર્ષક” હોવી જોઈએ.

MLA રાઠોડની ધરપકડ કરવાની હિંમત કરશે પોલીસ? Kajal Hindustani જેલ હવાલે

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular