નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) આવી રહી છે. રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકોને કોંગ્રેસ (Congress) વિચારધારા સાથે જોડવા એક મેગા યાત્રા કરી હતી. જેને ‘ભારત જોડો યાત્રા’ નામ આપવામાં આવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી હવે એક બીજી મેગા યાત્રા કરવા જઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે એક નવો નિર્ણય લીધો છે. દેશના વધુમાં વધુ લોકો સુધી પહોંચવા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ કરી હતી. રાહુલ ગાંધીની આ યાત્રા દેશવ્યાપી હતી. રાહુલ ગાંધીએ કરેલી ભારત જોડો યાત્રામાં કોંગ્રેસનાં અનેક નેતાઓ જોડાયા હતા. રાહુલ ગાંધીએ કરેલી ભારત જોડો યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી. ત્યારે હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બીજી એક યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રા ‘ભારત ન્યાય યાત્રા’ તરીકે ઓળખાશે અને ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે. 14 જાન્યુયારીએ શરૂ થયેલી ભારત ન્યાય યાત્રા 20 માર્ચે પૂર્ણ થશે.
ભારત ન્યાય યાત્રાનું પ્રસ્થાન કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે કરાવશે. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા વિષે માહિતી આપતા કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવ કે. સી. વેણુગોપાલે કહ્યું કે, આ યાત્રામાં 6200 કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવશે. 14 રાજ્યોના 85 જીલ્લાઓમાંથી આ યાત્રા પસાર થશે. ભારત ન્યાય યાત્રાનો આરંભ મણિપુરથી થશે જ્યારે મૂંબઈમાં આ યાત્રાનું સમાપન થશે. જો કે ભારત જોડો યાત્રાની જેમ આ યાત્રા સંપૂર્ણપણે પગપાળા નહીં હોય. યાત્રામાં બસોનો પણ ઉપયોગ કરવામાં આવશે.
કોંગેસનો ઉદ્દેશ્ય દેશના વધુમાં વધુ લોકો સાથે જોડાવાનો છે. યાત્રાની શરૂઆત મણિપુરથી કરવાનું કારણ વ્યૂહાત્મક હોઈ શકે છે. મણિપુરમાં ઘણા સમયથી હિંસા ફાટી નીકળી છે. મણિપુરની હિંસાને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પણ અટકાવવામાં નિષ્ફળ ગયા હતા. જો કે રાહુલ ગાંધી મણિપુર ગયા હતા અને હિંસામાં પીડિત લોકોને પણ મળ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








