નવજીવન ન્યૂઝ. જમ્મુ કાશ્મીર: દેશમાં અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) કેટલાક એવા સંગઠનો છે જેની કામગીરીને લઈ અનેકવાર સવાલો ઊભા થયા છે. જમ્મુ કાશ્મીરમાં કાર્યરત મુસ્લિમ લીગ (Muslim League Jammu Kashmir) સાથે પણ એવી કઈક શંકાઓ સેવાઈ રહી હતી. જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા આ સંગઠનને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસર્રત આલમ જૂથને) ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ UAPA હેઠળ ગેર કાયદેસર સંગઠન જાહેર કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) ટ્વીટ કરતાં લખ્યું કે, મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)ને UAPA હેઠળ એક ગેરકાયદેસર સંઘ જાહેર કરવામાં આવ્યો છે. આ સંગઠનને ગેરકાયદેસર સંગઠન જાહેર કરતાં અમિત શાહે એમ પણ કહ્યું કે, આ સંગઠન અને તેના સભ્ય જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગાવવાદી ગતિવિધિમાં સામેલ છે, આતંકવાદી ગતિવિધિઓનું સમર્થન કરે છે અને લોકોને જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માટે ઉકસાવે છે.’
સાથે જ અમિત શાહે લખ્યુ કે, ‘પીએમ નરેન્દ્ર મોદીની સરકારનો મેસેજ જોરદાર અને સ્પષ્ટ છે કે અમારા રાષ્ટ્રની એકતા, સંપ્રભુતા અને અખંડતા વિરૂદ્ધ કામ કરનારા કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને તેને કાયદાના પૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે.’ મસરત આલમ મુસ્લિમ લીગ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. મસરત આલમ રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન તરફી પ્રચાર માટે જાણીતો છે. મુસ્લિમ સંગઠન જમ્મુ કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માગે છે જેથી જમ્મુ અને કાશ્મીરનું પાકિસ્તાનમાં વિલય થઇ શકે અને જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામી શાસન સ્થાપિત થઇ શકે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








