નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ (Israel-Hamas war) ચાલી રહ્યું છે. આ બે દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર બીજા દેશો પર પણ પડી રહી છે. વ્યહાત્મક રીતે કેટલાક દેશ ઈઝરાયકાને સમર્થન કરે છે જ્યારે કેટલાક દેશ પેલેસ્ટાઈનના સમર્થનમાં પણ છે. ત્યારે ગઈકાલે દેશની રાજધાની દિલ્હીમાં ઇઝરાયલ એમ્બેસી (Israel Embassy) પાસે જોરદાર વિસ્ફોટ (Blast) થયો હતો. ઈઝરાયલ એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટને લઈ NIA સહિતની 12 ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે દેશની રાજધાની નવી દિલ્હીમાં આવેલી ઈઝરાયેલ એમ્બેસી પાસે સાંજના 5 વાગ્યાની આસપાસ જોરદાર વિસ્ફોટ થયો હતો. ઈઝરાયલ એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટને લઈ તપાસ એજન્સીઓ સતર્ક થઈ હતી અને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ NIA પણ તપાસમાં જોડાઈ છે. NIAની ટીમ દ્વારા ઘટનાસ્થળ અને આજુબાજુના CCTV ચેક કરવામાં આવ્યા હતા. જો કે તપાસમાં ડોગ સ્કોડ પણ સામેલ કરવામાં આવી હતી. NIA દ્વારા જે CCTV મેળવવામાં આવ્યા છે તેમાં કેટલાક લોકોની હિલચાલ શંકાસ્પદ હોવાની વાત પણ સામે આવી છે. બે લોકો એવા છે જે NIAની રડારમાં છે. NIAની ટીમ સાથે 12 જેટલી પોલીસ ટીમ પણ તપાસમાં જોતરાઈ છે. આજુબાજુના વિસ્તારના CCTV પણ તપાસવામાં આવી રહ્યા છે. NIA દ્વારા તમામ આંતર રાષ્ટ્રીય ફ્લાઈટોનું ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોની વિગત બે વાર ચકાસવામાં આવી રહી છે. ઇઝરાયલ એમ્બેસી પાસે અર્ધ લશ્કરી દળની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે.
NIAએ CCTV ચેક કર્યા બાદ બે શકમંદોની ઓળખ કરી છે. શંકા છે કે ઓળખ કરાયેલા આ બે લોકોએ જ ધમકીભર્યા પત્રો રાખ્યા છે. પોલીસ CCTVને સ્કેન કરી રહી છે. CCTV સ્કેન કરી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, આ શકમંદ લોકો કયા માર્ગે આવ્યા અને કયા માર્ગે જઈ રહ્યા છે. આ બાબતે પોલીસે ચોક્કસ કોઈ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. નવી દિલ્હી ખાતે ઇઝરાયલ એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટને લઈ અનેક પ્રકારની અટકળો સેવાઈ રહી છે. વિસ્ફોટને લઈ દેશ અને દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં ધમકી આપવામાં આવી હતી કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિદાસ ગુપ્તા અને નાના મંત્રી નિર્મલા સિતારામન પાસેથી રાજીનામું લઈ લેવામાં આવે. જો રાજીનામું લેવામાં નહીં આવે તો 11 સ્થળોને બોંબથી ઉડાવી દેવામાં આવશે. જો કે ઈમેલ દ્વારા મળેલી ધમકીને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








