નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું છે કે, એક ટીવી ચેનલે એક સર્વેમાં પૂછ્યું હતું કે શું 2024માં મોદી સામે કેજરીવાલને પડકાર માનવામાં આવે છે? જેમાં 63% લોકોએ હામાં જવાબ આપ્યો. આ સર્વે આવ્યા બાદ મોદીજીની ઉંઘ ઉડી ગઈ. ભાજપની કેન્દ્રીય તપાસ એજન્સીઓ આજે સવારથી ફરી સક્રિય થઈ ગઈ છે. કઈ રીતે કેજરીવાલની વધતી જતી લોકપ્રિયતાને અટકાવી શકાય. સર્વે બાદ એજન્સીને જૂના કેસ બહાર કાઢવા માટે કહેવામાં આવ્યું છે. AAP પ્રવક્તાએ કહ્યું કે એલજીને કેજરીવાલના મંત્રીઓ પર કંઈક કરવાનું કહેવામાં આવ્યું હતું. જે બસ ખરીદવામાં આવી નથી, તેનું ટેન્ડરિંગ નથી થયું તો તેમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે. એ જ આવેશમાં એલજી સાહેબે ખોટો કાગળ ઉપાડ્યો. એલજી સાહેબ તમે બંધારણીય પદ પર બેઠા છો, કમ સે કમ ફાઈલ વાંચતા તો શીખો.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ડીટીસી દ્વારા 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે સીબીઆઈને ફરિયાદ મોકલવાની દરખાસ્તને મંજૂરી આપી છે. લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણય બાદ આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રહાર કર્યો છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના દરરોજ સવારે મીડિયાને પોતાની જ દિલ્હી સરકાર વિરુદ્ધ સમાચાર આપી રહ્યા છે. એલજીની બંધારણીય જવાબદારી છે, પરંતુ તેઓ તેમની પોતાની સરકાર વિરુદ્ધ આવું કરી રહ્યા છે. અમે એ મુદ્દો ઉઠાવ્યો હતો કે જ્યારે તેઓ KVICના અધ્યક્ષ હતા, ત્યારે ખોટી રીતે જૂની નોટોને નવી નોટોમાં કન્વર્ટ કરી રહ્યા હતા. તેમના ચેરમેન રહીને તેમણે ખાદી ગ્રામોદ્યોગનું કામ તેમની પુત્રીને આપ્યું હતું. તાજેતરમાં સંજય સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે વીકે સક્સેના ચેરમેન હતા ત્યારે ખાદી ગ્રામોદ્યોગના 4.55 લાખ કારીગરમાંથી માત્ર 1.95ને ખાતામાં ચૂકવવામાં આવ્યા હતા, બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવી હતી અને ગેરરીતિનો આરોપ છે.








