નવજીવન ન્યૂઝ. ગોંડલ: Gondal News: ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઇમ (Crime) રેટ વધી રહ્યો છે. રોજ અલગ અલગ વિસ્તારોમાં ચોરી, લૂંટ, મારમારી અને હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે ચિંતાનો વિષય છે. ત્યારે આજે ગોંડલમાં (Gondal) ગાળ બોલવા જેવી બાબતે સાગર ભરવાડ નામના એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે મૃતકના ભાઈએ આરોપી વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં (Gondal Police) ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે પક્ષે ઘનશ્યામ પરમાર નામના વ્યક્તિએ પણ મૃતક સાગર ભરવાડ અને અન્ય બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મૃતક સાગર ભરવાડના ભાઈ નરેશ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ બે ભાઈઓ અને ત્રણ બહેનો છે. પોતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છૂટક મજૂરી કામ કરે છે. સૌથી નાનો ભાઈ સાગર ભરવાડ ગોંડલ બસ સ્ટેન્ડ ચોકમાં ક્રિષ્ના પાન તેમજ ચાની દુકાન ચલાવી વેપાર કરે છે. આજરોજ સવારના સમયે સાગર ભરવાડ તેમજ પોતાનો ભાગીદાર કેતન ભરવાડ ચા પાનની દુકાન ખાતે ધંધો કરી રહ્યા હતા. તે સમયે ઘનશ્યામ પરમાર ત્યાંથી નીકળ્યો હતો. ત્યારે મૃતક સાગર ભરવાડ પણ બાથરૂમ કરવા રોડ ક્રોસ કરતો હતો, તે સમયે અગાઉ ઉધાર બાકી ખાવા બાબતે ઘનશ્યામ પરમાર અને સાગર ભરવાડ વચ્ચે બોલા ચાલુ થઈ હતી. જે બોલ્યા ચાલીમાં ઘનશ્યામે પોતાના નેફા માંથી છરી કાઢીને સાગરને જમણા ખભા નીચે મારી દીધી હતી. સાગરને બચાવવા માટે કેતન સહિતના વ્યક્તિઓ વચ્ચે પડ્યા હતા. પરંતુ બાદમાં ઘનશ્યામ પરમાર ત્યાંથી ભાગી ગયો હતો. તેમજ ત્યારબાદ સાગર ભરવાડને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે સાગરને મરુત જાહેર કર્યો હતો.
સામાપક્ષે ઘનશ્યામ પરમાર પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી પોતે સવારના 7:30 વાગ્યે પોતાના ઘરેથી મોર્નિંગ વોક માટે નીકળે છે. ગઈકાલે પણ પોતે મોર્નિંગ વોક માટે નીકળતા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ક્રિષ્ના પાન નામની દુકાન પાસે સાગર ભરવાડ નામના વ્યક્તિ તેને જોઈને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ઘનશ્યામ પરમાર તેની પાસે જઈને પૂછ્યું હતું કે તું શું કામ ગાળો બોલે છે? જેથી સાગર ભરવાડ કહ્યું હતું કે તારે કંઈ હોય તો દુકાને આવી જવું જેથી મેં પણ તેને કહ્યું હતું કે તારે કંઈ વાંધો હોય તો તારે પણ આવી જવું આમ કરીને બોલા ચાલી થઈ હતી. ત્યારે આજરોજ મોર્નિંગ વોકમાં નીકળતા સાગર ભરવાડ ફરી પાછું બોલવા લાગ્યો હતો. જેથી મેં પણ તારે શું છે તેમ કહેતા સાગરે મને ગાળો ભાંડી હતી. ત્યારબાદ લોખંડના દોરીયા ઉપાડીને મને માર મારવા લાગતા અમારી વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સમયે કેતન તેમજ અન્ય વ્યક્તિ દ્વારા પણ મને માર મારવા લાગ્યા હતા. જેથી મારા ટ્રેકના નેફા માંથી છરી કાઢીને મેં સાગરને એક ઘા માર્યો હતો. સમગ્ર ઘટનામાં સાગર ત્યાં જ પડી ગયેલ અને હું ત્યાંથી નીકળી ગયો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796