Sunday, August 16, 2026
HomeGeneralકોડીનારમાં વૃદ્ધા પર જંગલી શીયાળે ઘરમાં ઘુસી હુમલો કરતા વૃદ્ધાની હાલત ગંભીર

કોડીનારમાં વૃદ્ધા પર જંગલી શીયાળે ઘરમાં ઘુસી હુમલો કરતા વૃદ્ધાની હાલત ગંભીર

- Advertisement -

નવજીન ન્યૂઝ. કોડીનાર: ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર(Kodinar) તાલુકામાં છેલ્લા ઘણાં સમયથી વન્ય પ્રાણીઓ દ્વારા મનુષ્ય પર હુમલાની (Wild Animal Attack) ઘટનાઓ સામે આવી રહી છે. વળી હજુ થોડા દિવસો પહેલા જ કોડીનારના ઘાંટવડ ગામે દિપડાએ મહિલાને મોત ને ઘાટ ઉતારવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ, ગતરોજ તારીખ 26 ડિસેમ્બરે વીઠલપુર ગામે શિયાળે(Fox) ધોળા દિવસે વૃદ્ધા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. શીયાળના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર મેળવી રહ્યા છે.

શીયાળ દ્વાર વૃદ્ધા પર હુમલાની ઘટના અંગે માહિતી મળી રહી છે તે મુજબ કોડીનારના વિઠલપુર ગામ ખાતે સવારે 11 વાગ્યા આસપાસ વૃદ્ધા પર અચાનક શીયાળે હુમલાો કરી દીધો હતો. જેમાં 60 વર્ષીય વૃદ્ધા મોંઘીબેન ઘરનાં દરવાજે બેઠા હતા ત્યારે વન્ય પ્રાણી શીયાળ અચાનક ઘરમાં ઘુસી આવ્યું હતું. શીયાળ ઘરમાં ઘુસી ધમાચકડી મચાવતું હોય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં શીયાળને જોઈ ડરી ગયેલા વૃદ્ધા મોંઘીબેને બુમાબુમ કરી હતી ત્યારે શીયાળ અચાનત વૃદ્ધા પર તૂટી પડ્યું હતું.

- Advertisement -

શીયાળે પાછળથી અચાનક વૃદ્ધા પર હુમલો કરી ચેહરાનો ભાગ ચીરી નાખ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધાએ બચાવો-બચાવોની બુમો પાડવા લાગતા પરિવારજનો દોડી આવ્યા હતા અને મોતના મુખમાંથી તેમને ઉગારી લીધા હતા. બાદમાં પરિવારે તાત્કાલીક 108ને ફોન કરી સારવાર માટે વૃદ્ધા મોંઘીબેનને લોહીલુહાણ હાલતમાં કોડીનારની રા.ના. વાળા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યાંથી તેમને રાજકોટ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. હાલ વૃદ્ધા મોંધીબેનની તબિયત નાજૂક હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular