Thursday, June 4, 2026
HomeGujaratમહેસાણા: પ્રેમ સંબંધના કારણે માર મારવાના કેસમાં કોર્ટે 9 આરોપીઓને 4 વર્ષની...

મહેસાણા: પ્રેમ સંબંધના કારણે માર મારવાના કેસમાં કોર્ટે 9 આરોપીઓને 4 વર્ષની સજા ફટકારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણામાં (Mehsana) થોડા વર્ષો અગાઉ પ્રેમ સંબંધના (Love Affair) કારણે એક મારામારીની ઘટના બની હતી. જેમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા એક યુવકને માર મરવામાં આવતા યુવકે સાંથલ પોલીસ (Santhal Police) સ્ટેશનમાં 9 વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી. ત્યારે આજે મહેસાણા કોર્ટ (Mehsana Court) દ્વારા આ તમામ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. કોર્ટે 9 આરોપીઓને 4 વર્ષની સજા અને 1500 રૂપિયા દંડની સજા ફટકારી છે.

પ્રાથમિક માહિતી મુજબ, થોડા વર્ષો અગાઉ મહેસાણાના જોટાણા ગામમાં યુવક અને યુવતીના પ્રેમ સંબંધના કારણે માથાકૂટ થઈ હતી, ત્યાર બાદ યુવતીના પરિવારના જણાવ્યા અનુસાર યુવકના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં યુવક ગામમાં આવતા યુવતીના પરિવાર દ્વારા યુવકને માર મરવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુવકે સાંથલ પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારના 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ કેસનો ચુકાદો આપતા આજે કોર્ટે આ કેસના તમામ 9 આરોપીઓને 4 વર્ષની જેલ અને 1500 રૂપિયાના દંડની સજા ફટકારી છે. વકીલ એચ. આર. ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટ તમામ આરોપાને 4 વર્ષની સખત કેદની સજા અને 1500 રૂપિયા દંડ ફટકાર્યો હતો. તેમજ આરોપીઓ દંડની રકમ ન ભરેતો વધુ છ માસની સજાનો હુકમ કોર્ટ કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular