Thursday, April 30, 2026
HomeGeneralમહેસાણાની વડાસ્મા ફાર્મસી કોલેજમાં યુવતીની આત્મહત્યા નહીં, હત્યા થઈ હોવાનો ચોકાંવનારો ખુલાસો

મહેસાણાની વડાસ્મા ફાર્મસી કોલેજમાં યુવતીની આત્મહત્યા નહીં, હત્યા થઈ હોવાનો ચોકાંવનારો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: તાજેતરમાં મહેસાણા જિલ્લા (Mahesana Jilla) ના વડસ્મા ગામ નજીક આવેલી એક ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પ્રેમ સંબંધના કારણે આ યુવતીએ આત્મહત્યા કરી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે યુવતીની સાથે અભ્યાસ કરતાં જે વિદ્યાર્થી સાથે તેને પ્રેમ હતો, તેણે જ આ યુવતીને લેબમાં લઈ જઈને નાક અને મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ખુલાસા બાદ પોલીસે તે વિદ્યાર્થી સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

શું હતો સમ્રગ મામલો

થોડા દિવસ અગાઉ મહેસાણાના વડસ્મા ફાર્મસી કોલેજની (Vadsma Pharmacy College) લેબોરેટરીમાંથી એક 21 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને કોલેજમાં અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને લાઘણંજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક રીતે તેવું માનવમાં આવી રહ્યું હતું કે યુવતીએ આત્મહત્યા કરી હતી, પરંતુ પોસ્ટમોર્ટમમાં નાક અને મોઢું દબાવીને યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીના સહપાઠી અને પ્રેમીએ જ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધો હતા અને જ્યારે યુવકે યુવતી પાસે શારીરિક સંબંધો રાખવા માટે માગણી કરી ત્યારે યુવતીએ આ વાતનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ યુવકે મળવાના બહાને યુવતીને લેબોરેટરીમાં બોલાવી હતી અને ત્યાં એકલતાનો લાભ લઈને યુવતીનું નાક અને મોઢું દબાવીને યુવતીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ યુવક સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા કરવા પાછળનું મૂળ કરાં તો યુવકની ધરપકડ બાદ પોલીસ તપાસમાં જ જાણવા મળી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular