Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadનરોડામાં જવેલર્સની દુકાનમાં ધોળા દિવસે બંદૂકની અણીએ થઇ સોનાની લૂંટ

નરોડામાં જવેલર્સની દુકાનમાં ધોળા દિવસે બંદૂકની અણીએ થઇ સોનાની લૂંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં સબ સલામતના દાવા કરતી પોલીસ સામે ફરી એકવાર લૂંટારાઓ પડકાર ફેંકતા નજરે પડ્યા છે. જાણે કે શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને ગુનેગારો ઘોળીને પી ગયા હોય તેવી રીતે ગુનાહિત પ્રવૃતિ આચરી રહ્યાં છે. મહત્વનું છે કે અમદાવાદમાં દિવસેને દિવસે લૂંટની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઇ પોલીસના પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે શહેરના નરોડાના ફ્રૂટ માર્કેટ (naroda fruit market) પાસે આવેલી જવેલર્સની દુકાનને બુકાનધારી લુંટારાએ ટાર્ગેટ કરી બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. દુકાનના માલિકના માથે બંદૂકના ફટકા માર્યા હતા. જોકે સમ્રગ મામલે વેપારી લૂંટની ઘટના અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ નરોડા ફૂટ માર્કેટ પેટ્રોલ પંપ પાસે જવેર્લસની દુકાન આવેલી છે. જયાં સોની વેપારી સંજય ભાઇ દરરોજની જેમ નિત્યક્રમ સમયે પોતાના દુકાને આવ્યા હતા અને દુકાન ખોલી સાફ-સફાઇ તેમજ માલની ગોઠવણી કરી રહ્યા હતા. એટલી જ વારમાં સવારના અરસામાં બે બુકાનીધારી શખ્સો જવેલર્સની દુકાનમાં ધસી આવ્યા હતા. વેપારી કંઇ સમજે તે પહેલા લૂંટારાઓએ બંદૂકની અણીએ આ સોનું બેગમાં ભરી દે તેમ કહી લૂંટ ચલાવી હતી. જોકે સંજય ભાઇએ સામે પડકાર કરતા લૂંટારુએ વેપારીના માથાના ભાગે બંદૂકના ફટકા માર્યા હતા અને ઇજાગ્રસ્ત કરી સોનાની બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ સમ્રગ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

- Advertisement -
આ પણ વાંચો: Ahmedabad Serial Blasts Case : શંકાના આધારે કોર્ટે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

સંજયભાઇએ ઇજાગ્રસ્ત હાલતમાં બુમાબુમ કરતા લૂંટારાઓ બાઇક લઈ નાસી છુટ્યા હતા. આટલી જ વારમાં લોકોના ટાળાં ઘટનાસ્થળે એકઠાં થયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં સંજયભાઇને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હથિયાર વડે થયેલી લૂંટની ઘટનાથી આજૂબાજુના વેપારીઓમાં પણ ડરનો માહોલ સર્જાયો છે

લૂંટની ઘટનાની જાણ થતાં DCP, ACP ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની ઘટના અંગે આસપાસમાં પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે સમ્રગ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓ કંઇ તરફ ભાગ્યા છે તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular