નવજીવન ન્યૂઝ. ગાંધીનગર : Gandhinagar News: ગાંધીનગરની સિવિલ હોસ્પીટલમાં (Gandhinagar Civil Hospital) દર્દીઓને વધુ સુવિધા મળી રહે તે દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. હાલ સિવિલમાં અનેક વિભાગોમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. તે અંતર્ગત નવજાત બાળકોની યોગ્ય અને વધુ સારી રીતે સંભાળ રાખી શકાય તે માટે જૂની OPD બિલ્ડીંગના પહેલે માળે NICU (Neonatal intensive care unit) બનાવવામાં આવશે, જેની પાછળ અંદાજિત 9 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. જેમાં 50 બેડની ક્ષમતા સાથે બાળકો અને તેમની માતાને રાખવાની સુવિધા ઊભી કરવામાં આવશે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર મહિને 6500 જેટલી ડિલીવરી થતી હોય છે. દરમિયાન કેટલાક બાળકોને જન્મજાત કુપોષિત કે ઓછું વજન હોવા સહિતની આરોગ્યલક્ષી તકલીફો હોય છે. આથી આવા નવજાત બાળકો માટે ખાસ NICU બનાવવામાં આવી રહ્યું છે. જુની OPD બિલ્ડિંગના પ્રથમ માળે અંદાજે રૂપિયા નવ કરોડના ખર્ચે બનાવવામાં આવનારા NICUમાં નવજાત બાળકો અને માતાને સાથે રાખવા સહિતના અલગ-અલગ પાંચ વિભાગો બનાવવામાં આવશે. તેમાં 32 બેડનું ક્રિટિકલ યુનિટ ઉભું કરવામાં આવશે. સાથે જ જે નવજાત શિશુઓનો અધૂરા મહિને જન્મ થયો હોય, બાળક ઓછા વજનવાળું હોય, જન્મ સમયે રડતું ન હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને ચેપની અસર જેવા થઈ હોય તેવા બાળકોને ઓક્સિજન મળી તે માટેની સુવિધા ઉભી કરવામાં આવશે.
વઘુમાં નવજાત શિશુઓનો મૃત્યુ દર ઘટાડવા અને જન્મદર વધારવા માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ NICU ઊભું કરવામાં આવી રહ્યું છે. આરોગ્યલક્ષી તકલીફોવાળા બાળકો માટે ઓક્સિજનની સુવિધાની સાથે વેન્ટિલેટર હશે. 18 બેડનું મધર બેબી યુનિટ ઊભું કરી તેમાં માતા અને બાળકને સાથે રાખી શકાય તેવી સુવિધા થશે. મધર મિલ્ક બેન્ક પણ તેમાં ઉભી કરવામાં આવશે. તેમજ કોન્ફરન્સ રૂમ, કાઉન્સિલર રૂમ અને ટીચિંગ રૂમ સહિત બનાવવામાં આવશે. સ્ટેપ ડાઉન વિભાગ પણ ઉભો કરીને સારા બાળકોને ફીડિંગ કરાવવા સહિતની સુવિધા NICUમાં કરવામાં આવશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








