ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): કેટલાંક બદમાશોએ ૬,૧૫૦ લાખની ક્રિપટોકરન્સી ચોરી લીધી, આવો જાણીએ આ લૂંટફાટ કઈ રીતે આકાર પામી. આખા વિશ્વમાં જાણીતી ઓનલાઈન ગેમિંગ જે ક્રિપટોકરન્સી તરીકે પ્રખ્યાત છે, તે જેના સપોર્ટથી ચલાવવામાં આવે છે તે રોનીન બ્લોકચેઈન જે એક્સી ઇંફિનિટી ક્રિપટોકરન્સીના પ્લેટફોર્મ તરીકે ઓળખાય છે, તે કહે છે કે ચોરટાઓએ ૨૩ માર્ચે ઘટનાને અંજામ આપ્યો, પણ તેની જાણ છેક મંગળવાર ૨૯ માર્ચે થઈ. ખાસ કરીને ઇથેરીયમ લિંક્ડ સાઈડચેઈન વડે હાલમાંજ એક્સી ઇંફિનિટી કોઈન માટે સ્કાય માવીસે રોનીની રચના કરી હતી.
આવીજ દુર્ઘટના ફેબ્રુઆરીમાં રોનીન બ્રિજ બ્લોકચેઇનના વોર્મહૉલ બ્રિજ પ્લેટફોર્મ પર બની હતી, ત્યારે પણ ૩,૦૦૦ લાખ ડોલરની નુકશાની ગઈ હતી, આ રકમ વોર્મહૉલએ સરભર કરી આપી હતી, તેને પગલે ક્રિપટોના ભાવ ઉછાળી આવ્યા હતા. આ કિસ્સામાં બ્રિજ એ ઉચ્ચતમ કેન્દ્રીકરણ પામેલી ટેકનોલોજી છે, કોઇકે આ ઉઠાંતરી કરી તેનું કારણ છે, રોનીન બ્રિજ પરના વેલીડેટર (સ્વીકૃતિ આપનાર)ની પરવાનગી હેકરે મેળવી લીધી હતી. જો બ્રિજ પરના ૯માંથી પાંચ વેલીડેટરની સ્વીકૃતિ પ્રાપ્ત થઈ જાય તો તે ફંડ ઉઠાવી શકે છે.
પાંચ વેલીડેટરની પરવાનગી મળી જવા સાથે જ હેકરને પ્રાઇવેટ ક્રિપટોગ્રાફીક ચાવીઓનું સંચાલન કરી શકે છે, પછી તો તેને ચોરી કરવાનું સરળ થઈ જાય છે. આ તબક્કે બ્રિજ પર કોઈન સંચાલન કરવાની સત્તા મળી જાય છે, આનો અર્થ એ થાય કે જો તેની ડિઝાઇન નબળી અથવા તેની કોઈ પણ ઉઠાંતરી કરી શકે તેવી બનાવાઇ હોય તો ક્રિપટો ઇકોસિસ્ટમમાં જોખમનું પ્રમાણ ખુબજ વધી જાય છે. બ્રિજ દ્વારા પરંપરાગત રીતે ઈથર યુઝર્સને પ્રાપ્ત કરી શકાય છે અને તેના પર સ્માર્ટ કોન્ટ્રેક્ટ પણ થઈ શકે છે.
ત્યાર પછી તો જેને છુપાવી શકાય છે, એવું કહેવાતા ઇથરની સમાંતર રકમની ચોરી કરવી સરળ થઈ જાય છે, સાથે જ રોનીન અથવા સોલાન જેવી બ્લોકચેઈન ટેકનોલોજી પર આવા નોન-ઇથેરીયમ કોઇનમાં કરવામાં આવેલ રોકાણનું પણ બાષ્પીભવન થઈ જતાં વાર નથી લાગતી.
વર્તમાન એટેક તો એવું સૂચવે છે કે બ્રિજીસ (એકમાથી બીજા કોઇનમાં રૂપાંતર કરવું) પર વારંવાર અને વ્યાપક સમસ્યા ઊભી થઈ શકે છે. અસંખ્ય કોમ્પ્યુટર કોડ એવા છે, જેનું ઓડિટ થઈ શકતું નથી, જે હેકરને મોકળું મેદાન પૂરું પાડે છે. એવું વારંવાર જોવાયું છે કે આનું સંચાલન હેકર કેવી રીતે કરે છે તે જાણવાજ નથી મળતું. બ્રિજીસ પર વ્યવહાર કરવાનો ઓર્ડર કોણ આપે છે, આઇડેન્ટિટીનો વેલીડેટર કોણ છે, આવા બધા પ્રશ્નો એક ઉખાણા જેવા હોય છે.
અને હા, આવા તો હજારો બ્રીજીસ ખુલ્લા પડયા છે, તેમાં લાખો ડોલરના ક્રિપટો વ્યયવહાર કે હાથબદલા થઈ જતાં હોય છે. સામાન્ય રીતે આવા ગેરકાયદે વ્યવહારો સંદર્ભે રોકાણકાર પણ છએક દિવસ સુધી તેના પર કોઈ ધ્યાન પણ નથી આપતા. કોઈ હેકર કળા કરી ગયાના સમાચાર આવ્યા પછી તરતજ રોનીન બ્લોકચેન પર ટ્રેડ થતાં, રોન કોઈનના ભાવ એક સાથે ૨૨ ટકા તૂટયા હતા. એક્સી ઇંફિનિટી પ્લેટફોર્મ પર ટ્રેડ થતો એએકસએસ ૮.૫ ટકા ઘટ્યો હતો.
રોનીનએ તેના બ્લોગમાં લખ્યું હતું કે અમે આ ચોરટાને શોધી કાઢવા મોટાભાગના ક્રિપટોકરસન્સી એક્સચેંજઓના સંપર્કમાં છીએ, ચોરાયેલાં ફંડ સુધી પહોંચવા બ્લોકચેન ટ્રેકર ચિનાલિસીસનો પણ અમે સંપર્ક કર્યો છે. અમે કાનુની સલાહ પણ લઈ રહ્યા છીએ. અલબત્ત, રોનીન અત્યારે પત્રકારોના કોઈ પ્રશ્નોનો જવાબ નથી આપતું. બ્લોકચેઇન ફોરેન્સિક પેઢી એલીપટિક કહે છે કે ચોરાયેલાં કોઈન બે ક્રિપટોકરન્સી એક્સચેન્જમાં ટ્રાન્સફર થયા છે. અસંખ્ય એક્સચેંજોએ કબૂલ્યું છે કે આવા ચોરાયેલાં કોઈન અમારી જાણ બહાર અમારા એક્સચેન્જમાં આવ્યા હોઇ શકે છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








