નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં સામન્ય જનતા પર વધુ એક મોંઘવરીનો બુસ્ટર ડોઝ મળવા જઈ રહ્યો છે. એક બાજુ જીવન જરૂરિયાત સહિત પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તેવામાં CNG અને PNG ગેસમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ફરીથી CNGના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે વહીવટી અંકુશ નેચરલ ગેસના ભાવમાં ગુરુવારે બમણાથી પણ વધારે ભાવ વધારો જાહેર કરતા તેની વિતરણ કરતી ગેસ કંપનીઓએ આજે ભાવમાં વૃદ્ધિ જાહેર કરી છે. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કાર્યરત પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ(પીપીએસી) અનુસાર જાહેર ક્ષેત્રની ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના નિયમિત ક્ષેત્રોથી ઉત્પાદિત ગેસની કીંમત હાલમાં 2.90 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટથી વધારી 6.10 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટ કરવામાં આવ્યું છે.નવા ભાવ એક એપ્રિલથી લઇને 30 સપ્ટેમ્બર, 2022 સુધી અમલમાં આવશે.
કુદરતી ગેસના ભાવ વધવાને કારણે વીજળી ઉત્પાદનનો ખર્ચ વધશે. જેના કારણે વીજળીના ભાવ વધશે. જો કે ગ્રાહકો પર તેની વધારે અસર થશે નહીં કારણકે હવે વીજળીના ઉત્પાદનમાં કુદરતી ગેસનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. જો કે ખાતર મોંઘું બનશે. આજે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો પર 5 રૂપિયાનો તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં અદાણી CNG ગેસના ભાવમાં 5 રૂપિયાનો વધારો થતાં અમદાવાદમાં નવો ભાવ 79.59 થયો છે. આ પહેલા જૂનો ભાવ 74.59 રૂપિયા હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











