નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે પંજાબમાં આપની પ્રચંડ જીત પછી ભાજપ અરવિંદ કેજરીવાલને મારવા માગે છે. આજે પોલીસની હાજરીમાં ભાજપના ગુંડા સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગયા. તે અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં હરાવી ન શક્યા તો તેમની હત્યા કરવા માગે છે. તે લોકો જાણી જોઈને પોલીસને લઈને ગયા, બેરિયર તોડ્યા, આ મામલામાં તે લોકો ખતરનાક ખેલ રમી રહ્યા છે. પોલિટિક્સ તો બહાનું છે, આ તો સીધે સીધો ક્રિમિનલ મામલો છે. કોઈ પણ સીએમના ઘર સુધી ગુંડા આવી રીતે પહોંચી શકે?
भाजपा @ArvindKejriwal की हत्या करना चाहती है।
देखिये भाजपा सांसद @Tejasvi_Surya का दुस्साहस कैसे भाजपाई गुंडों के साथ हमला करने पहुँचा है।
कश्मीरी पंडित तो बहाना है @ArvindKejriwal को मरवाना है।#BJPKeGunde pic.twitter.com/mupd4Dc5EA— Sanjay Singh AAP (@SanjayAzadSln) March 30, 2022
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ભાજપ યુવા મોરચાએ ધરણા કર્યા હતા. સવારે 11:30 વાગ્યે ધરણા શરૂ થયા, કાશ્મીર ફાઇલ પર મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનથી નારાજ 150 થી 200 કાર્યકરો તેમના નિવાસસ્થાનની બહાર વિરોધ કરવા આવ્યા. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓ 2 બેરિકેડ તોડીને મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. દેખાવકારોની સાથે એક પેઇન્ટ બોક્સ પણ હતું, નિવાસસ્થાનના ગેટ પર પેઇન્ટ રેડવામાં આવ્યો હતો, બૂમ બેરિયર અને સીસીટીવી કેમેરા તૂટેલા જોવા મળ્યા હતા. પોલીસે 70 લોકોની અટકાયત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#KashmirFiles પર મુખ્યમંત્રી @ArvindKejriwal દ્વારા આપવામાં આવેલા નિવેદનથી નારાજ 150 થી 200 કાર્યકરો તેમના નિવાસસ્થાનની બહાર વિરોધ કરવા આવ્યા, જોકે વિરોધ પ્રદર્શન પછી આક્રમક સ્વરૂપમાં ફર્યું, #Delhi pic.twitter.com/bTxArVLe1r
— Urvish patel (@reporterurvish) March 30, 2022
लोकप्रिय मुख्यमंत्री @ArvindKejriwal जी के निवास पर भाजपाई गुंडे हमला कर देते है और दिल्ली पुलिस उन्हें रोकने की जगह उनके साथ खड़ी दिखती है। भाजपाइयों याद रखना सबका हिसाब लिया जाएगा, ये लोकतंत्र है यहां जनता वक़्त आने पर तुम्हे वोट की लाठी से पीटेगी। pic.twitter.com/5XweWC7KBF
— Sanjay Singh AAP (@SanjayAzadSln) March 30, 2022
AAP નેતા સંજય સિંહે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જીના નિવાસસ્થાન પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને તેમને રોકવાને બદલે દિલ્હી પોલીસ તેમની સાથે ઉભી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપવાળાઓ યાદ રાખજો, દરેકનો હિસાબ થશે, આ લોકશાહી છે, અહીં સમય આવશે ત્યારે લોકો તમને વોટની લાકડીઓથી મારશે.
BIG BREAKING: Deputy CM Manish Sisodia levels a big allegation against the BJP, says the saffron party is planning to get Delhi CM Arvind Kejriwal killed; also slams Delhi Police of being hand in gloves with the BJP. pic.twitter.com/yo04WGFyvQ
— Prashant Kumar (@scribe_prashant) March 30, 2022








