Thursday, June 11, 2026
HomeGujaratAhmedabadAhmedabad : ફર્લો રજા પર આવ્યાના ગણતરીના કલાકોમાં Montu Namdar ને જેલમાં...

Ahmedabad : ફર્લો રજા પર આવ્યાના ગણતરીના કલાકોમાં Montu Namdar ને જેલમાં ધકેલી દેવાશે

- Advertisement -

Ahmedabad police became helpless against Montu Namdar : ભાજપ કાર્યકરની અમદાવાદના ખાડિયા વિસ્તારમાં હત્યા કરનારા મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર (Montu Gandhi alias Montu Namdar) ને તંત્રએ ટપોરીમાંથી ડોન બનાવી દીધો છે. અનેક ગુનાઓમાં સંડોવાયેલા મોન્ટુ નામદારે વડોદરાની જેલમાંથી ફર્લો રજા પર બહાર આવતાની સાથે ખાડિયા વિસ્તાર અને પોલીસ સ્ટેશન બહાર કરેલી કરતૂતો ભારે પડી છે. અમદાવાદના ડીસીપી ઝોન-3 રૂપલ સોલંકી (Rupal Solanki DCP Ahmedabad) એ જેલ સત્તાધીશોને લખેલા પત્રને લઈને મોન્ટુ નામદારની ફર્લો રજા કેન્સલ કરવા હુકમ કર્યો છે.

જૂન-2022માં ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીના હત્યા કેસમાં આજીવન કેદીની સજા પામેલા મોન્ટુ નામદાર પ્રથમ વખત ફર્લો રજા પર વડોદરાની મધ્યસ્થ જેલ (Vadodara Central Jail)ની બહાર આવ્યો હતો. આ ગુનેગાર અગાઉ પેરોલ જમ્પ તેમજ કેદી જાપ્તામાંથી ફરાર થઈ ચૂક્યો છે. નડિયાદ-બિલોદરા જેલમાં મોબાઈલ ફોન સાથે પકડાયેલા મોન્ટુ નામદાર સામે એકાદ વર્ષ અગાઉ આર્મ્સ એક્ટ અને 1.80 કરોડની રોકડનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે. મોન્ટુ નામદારે મંગળવાર ખાડિયા વિસ્તારમાં રોડ પર ટ્રાફિક બંધ કરાવી ગાળો બોલી ફટાકડા ફોડી હત્યા કેસના ફરિયાદીને દારૂના નશામાં ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં હજીરાની પોળમાં દોડી ગયેલી પોલીસ મોન્ટુ નામદારને પકડવા પાછળ પડે છે ત્યારે છત પરથી કૂદવા જતાં મોન્ટુ નામદારને પગમાં ગંભીર ઈજા થાય છે. મોન્ટુ નામદારને પોલીસ પકડીને ખાડિયા સ્ટેશન લાવે છે ત્યારે ત્યાં પણ તે પોલીસ પર આરોપ લાગવી બેફામ ગાળો આપે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular