Saturday, July 4, 2026
HomeGeneralભાજપના ધારાસભ્યનો હાથ પકડી લિસ્ટેટ બુટલેગર પહોંચ્યો મુખ્યમંત્રીના દરબારમાં....

ભાજપના ધારાસભ્યનો હાથ પકડી લિસ્ટેટ બુટલેગર પહોંચ્યો મુખ્યમંત્રીના દરબારમાં….

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): સામાન્ય સંજોગોમાં કોઇ પણ માણસ મુખ્યમંત્રીને મળી શકે એ આદર્શ સ્થિતિ છે. ખરેખર હોવું પણ એમ જ જોઇએ. પણ એમાં કોઈ ગુનેગાર પહોંચી જાય એ યોગ્ય ગણાય કે કેમ તે પણ સ્થિતિ મુજબ વિચારણાનો મુદ્દો છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સપાટી પર આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના કામરેજ મત વિસ્તારના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાનો હાથ પકડી પૂણાના ભૈયાનગરમાં રહેતો ગોરધન ઉર્ફે ગોટિયો નામનો લિસ્ટેડ બુટલેગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી ગયો હતો. જ્યાં મુખ્યમંત્રી સાથે સમૂહ તસવીર ખેંચાવી તેમાં પણ તે દ્રશ્યમાન થાય છે. મુખ્યમંત્રીને તો ખ્યાલ પણ નથી હોતો કે ધારાસભ્યની સાથે કોણ આવ્યું છે પણ ધારાસભ્યને તો એટલો ખ્યાલ હોવો જોઇએ ને કે તે કોને તેમની સાથે લઈ જાય છે? અને ક્યાં લઈ જાય છે?



પૂણા પોલીસ સ્ટેશન ઉપરાંત ઉધના પોલીસ મથકની હદમાં તેમજ અન્ય પોલીસ મથકમાં પણ ગોરધન ઉર્ફે ગોટિયા સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. આવા લિસ્ટેટ બુટલેગરને પોતાની સાથે મુખ્યમંત્રી સુધી લઈ જવામાં ધારાસભ્યને શું રસ હશે? એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular