Saturday, April 18, 2026
HomeGeneralગાંધીનગરમાંથી ઝડપાયું બોગસ ડિગ્રી સર્ટીફિકેટનું કૌભાંડ, બેની ધરપકડ

ગાંધીનગરમાંથી ઝડપાયું બોગસ ડિગ્રી સર્ટીફિકેટનું કૌભાંડ, બેની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં પોલીસે ડુપ્લિકેટ ડિગ્રી સર્ટીફિકેટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઓનલાઈન એડમિશન કરાવીને 2014થી ડુપ્લિકેટ ડિગ્રીનો કારોબાર ચલાવવામાં આવતો હતો. ધોરણ 10, 12 અને એન્જિનયરિંગ તેમજ યુનિવેર્સિટીના ડુપ્લિકેટ ડિગ્રી સર્ટીફિકેટ આપતા હતા. સમગ્ર મામલે પોલીસે બેની ધરપકડ કરી છે.



ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસને બાતમી મળી હતી કે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ ડિગ્રી સર્ટીફિકેટનું કૌભાંડ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલા બરૂઆ ટ્યુટોરીયલની ઓફિસમાં તપાસ કરતાં અલગ-અલગ યુનિવેર્સિટીની ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવ્યા હતા. પોલીસે બરૂઆ ટ્યુટોરીયલ ચલાવતી મહિલા વંદના બરૂઆની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વધુ એક આરોપીનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળેથી અલગ-અલગ યુનિવર્સિટીની ૫૬ જેટલી માર્કશીટો કબજે કરી છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, મહિલા પાસે ટ્યુશન કલાસીસ ચલાવતો વિપુલ પટેલ અલગ-અલગ જગ્યાએથી ગ્રાહકો શોધીને લાવતો હતો. ગ્રાહકોને જે યુનિવર્સિટીના સર્ટિફિકેટ કે ડિગ્રીની જરૂર હોય તેમની જોડીથી ૫૦ હજારથી લાખો રૂપિયા સુધીની રકમ લઈને બોગસ સર્ટિફિકેટ બનાવી આપતા હતા. ઓડીશા ખાતે રહેતા તનમય દેબરોય નામના વ્યક્તિ પાસેથી આ તમામ ડિગ્રીઓ બનાવવામાં આવતી હતી. પોલીસે મેરઠની ચૌધરી ચરણસિંઘ યુનિવર્સિટીની 33, અલવરની સનરાઈઝ યુનિવર્સિટીની બે, અમદાવાદની કેલોક્ષ ટીચર્સની 17 અને જયપુર નેશનલ યુનિવર્સિટીની એક, તમિલનાડુની અન્નામલાઇ યુનિવર્સીટીની બે અને બાબા સાહેબ આંબેડકર ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની એક ડિગ્રી એમ કુલ મળીને 56 ડિજિટલ સિગ્નેચર તથા સહી સિક્કાવાળી ડુપ્લિકેટ માર્કશીટ અને ખોટા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.



વિદેશ જવા માગતા લોકોને વિદ્યાર્થીઓને બોગલ સર્ટીફીકેટ બનાવી આપતા હતા. આરોપીઓ 2014થી બોગસ સર્ટિફિકેટ બનાવતા હતા. આરોપીઓેએ અત્યાર સુધીમાં કેટલા બોગસ સર્ટિફિકેટ બનાવ્યા છે અને કોને-કોને આપ્યા છે ઉપરાંત આ કૌભાંડમાં કોઈ યુનિવેર્સિટીના અધિકારીઓએ સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular