નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા ઉત્તર પ્રદેશના કુખ્યાત આરોપી અતીક અહેમદ અને તેમની સાથે રહેલા કેદીઓએ ઘુળેટીનો તહેવાર સાબરમતી જેલમાં ઉજવ્યો તેવા પ્રકારની એક તસવીર સોશીયલ મીડિયામાં વાયરલ થતાં આ મામલે જેલ અધિકારીઓએ તપાસ શરૂ કરતા આ તસવીર બનાવટી અને એડીટ કરેલી હોવાનું માલુમ પડ્યું, આ મામલે સાબરમતી જેલને બદનામ કરવાના ઈરાદે કોઈ કેદી દ્વારા આવો પ્રયાસ થયો હોવાનું માલુમ પડતા જેલ અધિકારીએ આ પ્રવૃત્તી કરનાર અજાણ્યા માણસો સામે રાણીપ પોલીસમાં ફરિયાદ આપી છે.
ઉત્તર પ્રદેશના કુખ્યાત અતીક અહેમદ સામે એકસો કરતા વધુ ગુનાઓ ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા આ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાં લાવી હાઈસીકયુરીટમાં રાખવામાં આવ્યો છે, તા 21મી જાન્યુઆરીના રોજ જુદા જુદા સોશીયલ મિડીયામાં બે તસવીર વાઈરલ થઈ હતી જેમાં અતીક અહેમદ અને અન્ય કેદીઓ ઘુળેટીના રંગોમાં રંગાયેલા હોય અને મેજ ઉપર નાસ્તાની ડીશો પડી હોય તેવી તસવીર છે, આ તસવીરની નીચે અંગ્રેજીમાં સાબરમતી સેન્ટ્રલ જેલ તેવુ લખેલુ છે. આ તસવીર વાઈરલ થતાં વિવિધ માધ્યમોના પત્રકારોએ જેલ સત્તાવાળાઓને સંપર્ક કરી જાણકારી માગતા આ બાબત તેમના ધ્યાન ઉપર આવી હતી.
જેલ સત્તાવાળાઓ દ્વારા આ તસવીરની તપાસ કરતા પહેલા તો ધુળેટી દરમિયાન કેદીઓ આ પ્રકારની ઘુળેટી રમ્યા હોવાની કોઈ ઘટના જ ઘટી ન્હોતી, તેમજ તસવીરમાં જેલનું જે બિલ્ડીંગ દેખાય છે તેવુ એક પણ બિલ્ડીંગ સાબરમતી જેલમાં નથી આમ આખી તસવીર મોર્ફીંગ દ્વારા ઉભી કરવામાં આવી હોવાનું ફલિત થયુ હતું. આ કામ જેલના કોઈ કેદીએ કર્યુ હોવાની આશંકા છે જેના આધારે સાબરમતી જેલના જેલર ભયજીભાઈ રાઠવાએ રાણીપ પોલીસમાં મથકમાં નોંધાવી છે,
જયારે સાબરમતી જેલના સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ રોહન આનંદે લેખિતમાં એક સ્પષ્ટતા કરી છે કે જે ફોટો વાઈરલ થયો તે સાબરમતી જેલના સંકુલનો નથી, આ ફોટો કોઈ જુના સમયનો છે જેમાં ચેંડા કરી જેલના બદનામ કરવા માટે આ કામ કરવામાં આવ્યુ છે આ પ્રકારની ઉજવણી માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી, અતીક અહેમદને હાઈસીકયુટીમાં રાખવામાં આવ્યો છે જયાં સખ્ત પહેરો હોય છે તેથી આ સમાચાર પાયાવીહોણા છે.
![]() |
![]() |
![]() |











