Friday, May 1, 2026
HomeGeneralઆગામી વિધાનસભા ચૂંટણી માટે AAPએ ડૉ.સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા

આગામી વિધાનસભા ચૂંટણી માટે AAPએ ડૉ.સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ ડો.સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીની જીતનો શ્રેય મોટાભાગે પાઠકને આપવામાં આવે છે અને તેમને આ જીતના ચાણક્ય માનવામાં આવે છે. એટલું જ નહીં સંદીપ પાઠકના કામથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર પણ બનાવ્યા છે.



દિલ્હી સરકારના ધારાસભ્ય આમ આદમી પાર્ટીએ ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવને ગુજરાત ઇલેક્શન કેમ્પેઇન ઇન-ચાજઁ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ડો.સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. AAP પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આ રાજ્યમાં પહેલીવાર પોતાની સરકાર બનાવી છે. તે જ સમયે હવે પાર્ટીની નજર અન્ય રાજ્યોની સત્તા મેળવવા પર છે અને પાર્ટીએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હિમાચલ પ્રદેશ માટે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે દુર્ગેશ પાઠકને પ્રભારી બનાવવામાં આવ્યા છે. દિલ્હીના ગ્રેટર કૈલાશના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને હરિયાણાના ચૂંટણી પ્રભારી જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે દ્વારકાના ધારાસભ્ય વિનય મિશ્રાને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢાને પંજાબના સહ-પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા છે અને હવે આ જવાબદારી ડૉ.સંદીપ પાઠક સંભાળશે.

- Advertisement -







- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular