નવજીવન ન્યૂઝ. ચંદીગઢઃપંજાબમાંથી રાજ્યસભાની પાંચ બેઠકો માટે નામાંકનનો સોમવાર છેલ્લો દિવસ છે. આ બેઠકો માટે ક્રિકેટર હરભજન સિંહ, AAPના પંજાબના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા, IIT દિલ્હીના પ્રોફેસર સંદીપ પાઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે. તે જ સમયે, લિસ્ટમાં સામેલ એક નામે બધાને ચોંકાવી દીધા છે. AAPએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અશોક મિત્તલના નામની પણ જાહેરાત કરી છે. મિત્તલનું નામ અત્યાર સુધી ચર્ચામાં નહોતું.
![]() |
![]() |
![]() |











