Friday, April 24, 2026
HomeGujaratઇડરમાં 8 મહિનાથી મજૂરોને પગાર ન મળતા 3 લોકોને કેબિનમાં પૂરી...

ઇડરમાં 8 મહિનાથી મજૂરોને પગાર ન મળતા 3 લોકોને કેબિનમાં પૂરી તોડફોડ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઇડર: ઇડરના વિરપુરમાં 6 શખ્સો વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. મજૂરોને પૈસા ન મળવાને કારણે હોળીનો તહેવારની ઉજવણી માટે વતન જવાનું હોવાથી છેલ્લા કેટલાક સમયથી બાકીના નાણાંની ઉઘરાણી કરી રહ્યા હતા. પૈસા ન મળતા મજૂરોએ તોડફોડ કરી હતી.

માહિતી અનુસાર, ઈડર વલાસણા રોડ ઉપર વિરપુર તરફ જતા રસ્તા પર નવોદય વિદ્યાલય બની રહ્યું છે. આ જગ્યાએ કામ કરતાં મજૂરોને પૈસા ન મળતા હોળીના તહેવારે વતન જઈ શક્યા ન હતા. હોળીની ઉજવણી બગડતાં બુધવાર સવારે મજૂરોએ મિનિસ્ટ્રી ઓફ રેલેવના સિવિલ એન્જિનિયર સહિત 3 લોકોને કેબિનમાં બંધ કરીને ઓફિસના બારી-દરવાજા ટેબલ સહિત અન્ય સાધનોની તોડફોડ કરી હતી.

- Advertisement -



મિનિસ્ટ્રી ઓફ રેલ્વેના સિવિલ એન્જિનિયર આદિત્ય મહિપાલસિંઘ રઘુવંશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, લેબર કોન્ટ્રાક્ટર ગીરીશભાઈ રમેશભાઈ પટેલે મુખ્ય કોન્ટ્રાક્ટર શ્યામસુંદર સ્વામીને વાત કરતાં પૂરું પેમેન્ટ ન મળતા ગિરીશભાઈએ પિયુષભાઈ, બીજુભાઈ મસુભાઈ સંવાડા, દશરથભાઈ વેચાતભાઇ રમેશભાઈ પટેલ, કનુભાઈ ખીમાભાઈ તાહેરીયા અને શૈલેષભાઈ કનુભાઈ ડામોરને ઉશકેરી હાથમાં સેન્ટીંગના લાકડા લઇ કેમ્પસમાં મોકલી બધાને ઓફિસમાં પૂરી દીધા હતા. ઉપરાંત આદિત્યને બરડામાં લાકડીથી માર માર્યો હતો અને ઓફિસમાં તોડફોડ કરી કોમ્પ્યુટર, ટેબલ, ખુરશી, બારી બારણાના કાચ પાર્કિંગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી.

સમગ્ર બનાવની જાણ થતાં ઘટના સ્થળે ડીવાયએસપીનો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે 6 શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પિયુશભાઇ રમેશભાઇ પટેલ, કનુભાઇ ભીખાભાઇ તાહેરીયા, બીજુભાઇ મસુભાઇ સંવાડા, દશરથભાઇ વેચાતભાઇ, શૈલેશભાઇ કનુભાઇ ડામોર, ગીરીશભાઇ રમેશભાઇ પટેલ દાખલ કર્યો છે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular