Thursday, July 2, 2026
HomeGeneralકોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન, વતનમાં થશે અગ્નિ સંસ્કાર

કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન, વતનમાં થશે અગ્નિ સંસ્કાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કોરોના સામે લાંબા સમય સુધી લડી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હતું. ડો. જોશિયારાએ 69 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. ધારાસભ્ય જોશિયારા થોડા સમય અગાઉ કોરોના સંક્રમિત થયા હતા ત્યારે તેમને સારવાર માટે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા, જે તે સમયે પણ તેઓ દસ દિવસ સુધી વેન્ટીલેટર પર રહ્યા હતા, ફેફસા પણ કામ કરતા ન્હોતા ત્યારે તેમને એર એમ્બ્યૂલન્સ વડે ચેન્નાઈમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.



ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે, ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.



ઉલ્લેખનીય છે કે ડો. જોશિયારા 1995થી અત્યાર સુધી ભિલોડા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ આવતા હતા અને પાંચ ટર્મથી ધારાસભ્ય પદ પર રહી ચુક્યા છે. તેમના નિધનની નોંધ વિધાનસભા ગૃહમાં પણ લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ગૃહમાં દરખાસ્ત મુકી હતી. વિધાનસભામાં મૌન રાખીને ગૃહ મુલત્વી રાખવાની વાત તેમણે કરી હતી. તેમની દરખાસ્તને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ટેકો આપ્યો હતો. ગૃહમાં શોક સંદેશ મોકલી બે મિનીટનું મૌન પાડવા સાથે ગૃહની બેઠક મુલત્વી કરવામાં આવી હતી. તેઓ જાન્યુઆરી મહિનાથી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આજે બપોરે તેઓના નિધનના સમચાર સામે આવ્યા છે.

- Advertisement -

અરવલ્લી જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનું નિધન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બે મહિનાથી કોરોના સંક્રમિત થતાં તેઓને ચેન્નાઈ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન નિધન થયાના સમાચાર આવતા તેમના સમર્થકો અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થતાં તેમનૃું ગામ પણ શોકમાં સરી પડ્યું છે.

ડો.અનિલ જોષીયારાને એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.



ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે બજાવી હતી ફરજ
અનિલ જોષિયારાના જન્મ 24 એપ્રિલ 1953ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ચુનાખણના ખાતે થયો હતો. તેઓણે 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ત્યારબાદ તેઓ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે, આ સાથે જ તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.

ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા.

- Advertisement -




- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular