નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશિતમાં આવ્યો છે. 13 વર્ષની સગીરવયની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકીને પ્રેમજાળમાં ફસાવીને યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચાર્યુ હતુ. સમગ્ર ઘટનાની જાણ થતા પરિવારે યુવક સામે ફરિયાદ દાખલ કરાવી છે. બાળકીને ભગાડી જનાર યુવક પોતે પરણિત હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી બાળકી ધોરણ 5 સુધીનો અભ્યાસ કરીને ભણવાનુ મુકી દીઘુ હતું. બાળકીના માતા-પિતા કામથી ઘરની બહાર ગયા હતા. ત્યાર બાદ ઘરે પરત ફરતા બાળકી ઘરે મળી આવી ન હતી. પરિવારે બાળકીને શોઘવાનો પ્રયાસ કર્યો હતો. પરતું બાળકીની કોઈ ભાળ મળી ન હતી. સમગ્ર બાબતે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ટેકનીકલ એનાલીસીશની મદદથી બાળકી અમદાવાદમાંથી મળી આવી હતી. સાથે બાળકીને ભગાડી જનાર એક યુવક પણ મળી આવ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી તેની પર કલમ 363, 366, 376 તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, અટકાયત કરાયેલા યુવકની ઉંમર 26 વર્ષ છે. યુવક પરણિત છે અને તેની પત્ની લોકડાઉન પહેલા તેને છોડીને જતી રહી હતી. તે બાળકીના વિસ્તારમાં જ રહેતો હતો. એક વર્ષ પહેલા બાળકી અને યુવક એકબીજાના પરીચયમાં આવ્યા હતા. ત્યાર બાદ સોશીય મીડિયાના માઘ્યમથી વાતચીત કરતા હતા. યુવકે બાળકીને લગ્નની લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ. બાળકીના માતા-પિતા કામથી બહાર ગયા હતા. તે દરમિયાન એકલાનો લાભ લઈને બાળકીને ભગાડીને લઈ ગયો હતો.
![]() |
![]() |
![]() |











