હરેશ ભટ્ટ (સુરત): અત્યારે પોક્સો સહિતના કાયદા અને મોબાઇલ ફોન, સીસીટીવી, કેમેરાના ફુટેજ જેવા હાથવગા પુરાવાના કારણે ફટાફટ એક પછી એક ફાંસીની સજા ફરમાવવામાં આવી રહી છે, ત્યારે આજથી 18 વર્ષ પૂર્વે સુરતમાં એક જ વર્ષમાં ત્રણ ગુનેગારને ફાંસીની સજા જાહેર કરવામાં આવી હોવાની વાત અહીં પ્રગટ કરવામાં આવશે.
ઉમરા પોલીસ મથકની હદમાં એક વ્યક્તિએ તેનાં ભાભીને ચારિત્ર્યની શંકાના આધારે જીવતા સળગાવી દેવાનો કારસો રચ્યો. આ મહિલાને માત્ર અને માત્ર પાંચ જ મહિનાનો એક દીકરો હતો. માતા-પુત્ર બન્ને આગમાં બરાબરના લપેટાયા બરાબર એ સમયે પડોશી મહિલા બચાવવા આવી તો આ યુવાને તે મહિલાને પણ ધક્કો મારી આગમાં ધકેલી દીધી હતી. જે ત્રણેયના મોત થયા હતા. આ ત્રિપલ મર્ડના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
ત્યાર બાદ ઉમરામાં ઘોડ દોડ રોડ પરની આમ્રકૂંજ સોસાયટીમાં લૂંટના ઇરાદે એક પ્રોફેશનલ ગેંગના ગનેગારો ઘૂસ્યા. ત્યાં હાજર પિતા-પુત્રએ પ્રતિકાર કર્યો તો ચપ્પુના ઘા મારી બન્નેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં એકને ફાંસીની સજા થઈ હતી. એકનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું.
જ્યારે ત્રીજી ઘટના રાંદેર પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં એક બાળકી પર બળાત્કાર ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ગુનામાં પણ આરોપીને ફાંસી આપવામાં આવી હતી. આ રીતે 2005ના વર્ષમાં સુરતમાં ત્રણ ગુનેગારોને ફાંસીની સજા થઈ હતી. આ ત્રણેય કેસની વિગતવાર માહિતી અત્રે પ્રગટ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












