Thursday, July 2, 2026
HomeGeneralGMDCમાં BJPના દિગ્ગજ નેતાઓ મંચની સામે જ્યારે નરહરી અમીનની નરેન્દ્ર મોદી સાથે...

GMDCમાં BJPના દિગ્ગજ નેતાઓ મંચની સામે જ્યારે નરહરી અમીનની નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર સૂચક હાજરી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): કોઈપણ રાજ્ય અને દેશમાં રાજકારણ સમજવા માટે અંડર કરંટ સમજવો બહુ જરૂરી હોય છે. રાજકારણમાં જે નજરે દેખાય અને કાને સંભળાય તે સત્ય કરતાં વાસ્તવીકતા કાંઈક જુદી પણ હોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા વગર પોતાની પાર્ટીના લોકોને સંદેશો આપવામાં માહેર છે. અમદાવાદના જીએમડીસી મેદાન પર યોજાયેલી સભામાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓને મંચની સામે પ્રેક્ષક ગણમાં સ્થાન આપવામાં આવ્યું જ્યારે મંચ ઉપર રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની સૂચક હાજરી હતી. નરહરી અમીનને બાદ કરતાં મચસ્ત નેતાઓ હોદ્દાની રૂએ હતા. જ્યારે નરહરી અમીનની હાજરી ભવિષ્યમાં આવનાર પાટીદાર સમિકરણો માટે બહુ મહત્વની સાબીત થશે.




નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનું એક વિશેષ મહત્વ છે. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં થયેલી ચૂંટણીઓના પરિણામો પછી નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા અમદાવાદ આવ્યા છે. જોકે નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અગાઉથી જ નિર્ધારિત હતો, પરંતુ ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદી પાંચ વર્ષનું એડવાન્સ પ્રોગ્રામ બનાવે છે. 2019ની ચૂંટણી પછી તેમણે તુરંત 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ દરમિયાન જે પ્રકારે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેને ધ્યાનમાં લેતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત સમય કરતાં વહેલી આવે તેવી સંભાવના છે. જોકે 15 જુનથી ગુજરાતમાં ચોમાસુ બેસી જતું હોવાને કારણે ચોમાસામાં ચૂંટણી શક્ય નથી તેનો અર્થ કે, મેથી જુનની વચ્ચે ચૂંટણી થઈ શકે છે.



નરેન્દ્ર મોદીને જર્નાલિઝમ અને કેમેરાની નજર પણ ખબર છે, કેમેરાની ફ્રેમમાં કોણ સાથે હોય તે જરૂરી છે અને કોણ કેમેરાની ફ્રેમમાં ના હોય તેની પણ ખબર છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલી સભામાં નરહરી અમીનને બાદ કરતાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને પંચાયત એશોશિએશનના મહિલા પદાઅધિકારી હોદ્દાની રુએ વિષયને અનુરુપ હતા. જ્યારે એકમાત્ર નરહરી અમીન જ એક એવું નામ હતું જેમને પંચાયત વિષય સાથે કોઈ સંબંધ ન્હોતો. મંચની સામે વિજય રુપાણી, નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાઓ બેઠા હતા પરંતુ નરહરી અમીનની મંચસ્થ હાજરી હતી. આ પ્રકારે નરેન્દ્ર મોદી સૂચક સંદેશ આપવામાં માહેર છે. ભાજપના સ્તરમાં જે ચર્ચા છે તે પ્રમાણે નરેન્દ્ર મોદી પાટીદાર વર્તૂળમાં નરહરી અમીનને કોઈ મહત્વની જવાબદારી આપી રહ્યા છે. જોકે નરહરી અમીનના નજીકના વર્તૂળો આવી કોઈ શક્યતાને નકારી રહ્યા છે કારણ કે મોદીનું મન કળવું અઘરૂં છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular