Friday, May 1, 2026
HomeGeneralઅરવલ્લી: રોટલો અને ઓટલો આપનાર ભત્રીજાને મોતને ઘાટ ઉતારનાર કાકાને LCBએ ઝડપી...

અરવલ્લી: રોટલો અને ઓટલો આપનાર ભત્રીજાને મોતને ઘાટ ઉતારનાર કાકાને LCBએ ઝડપી પાડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભિલોડાઃ ભિલોડાના શોભાયડા ગામમાં હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. કાકા દ્વારા ભત્રીજાને જ પતાવી દીધાની આ ઘટનામાં પોલીસે ફરાર કાકાને ઝડપી પાડ્યો છે. પોલીસે તેના સામે વધુ કાર્યવાહી હાથ ધરતાં તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માગવા સહિતની કાર્યવાહીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભિલોડાના શોભાયડા ગામે ૧૨ વર્ષ અગાઉ સગા પિતાની નજીવી બોલાચાલીમાં મોતને ઘાટ ઉતારનાર મગન કટારા જેલની સજા ભોગવી ત્રણ વર્ષ અગાઉ જેલમાંથી છૂટ્યો હતો અને શોભાયડા ગામે રહેતો હતો. જો કે ગુનાહિત માનસ ધરાવતા મગન કટારાના કુટુંબમાં હત્યારાને ગામમાં રહેવા ન દેવાયની ચર્ચા કરતા મગન કટારા સાંભળી જતા ઝનૂની બની ભત્રીજા હિમાંશુની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી કૌટુંબીઓને પણ પતાવી દેવા ધારિયા અને લોંખડની પાઈપ વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો. હત્યાની ઘટનાના પગલે શામળાજી પોલીસ સહીત એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. એલસીબી પોલીસે ભવાનપુર પાટિયા પાસેથી મગન કટારાને લોંખડની પાઇપ સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે આ શખ્સને કોર્ટમાં રજુ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular