Thursday, July 2, 2026
HomeGeneralવલસાડઃ ઓછા પગાર અને આર્થિક સંકળામણથી કંટાળી ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી 16...

વલસાડઃ ઓછા પગાર અને આર્થિક સંકળામણથી કંટાળી ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી 16 લાખની લુંટ કરી, SOG/ LCBની સ્કોડએ ઝડપી પાડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ વલસાડમાં રાઈટરસેફ ગાર્ડ કંપનીના કર્મચારીનું અપહરણ કરીને લુંટ ચલાવનાર 4 આરોપીઓને એેસ.ઓ.જી અને એલ.સી.બીના સ્કવોડની ટીમે ઝડપી પાડયા છે. ગાર્ડ કંપનીનો કર્મચારી કલેક્શનના 16,09,178 રુપિયા બેગમાં લઈને પોતાના બાઇક પર જઇ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા યુવકો આવીને તું મારી બહેનને હેરાન કરીને છેડતી કરે છે કહીને અપરણ કરીને લઈ ગયા હતા.




પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીમાં રહેતો યતીન પટેલ રાઈટરસેફ ગાર્ડ તરીકે ઈન્સ્ટાકાર્ડનું કલેક્શન કરવાનું કામ કરે છે. ગત 27 જાન્યુઆરીએ યતીન કલેક્શનના 16,09,178 રૂપિયા બેગમાં મૂકીને એક્સિસ બેંકમાં જમા કરાવવા માટે જતો હતો. તે દરમિયાન એન.આર.સર્કલ પાસે યતીનને પાછળથી માથામાં ફટકો મારતા બાઇક સાથે નીચે પડી ગયો હતો અને બે અજાણ્યા યુવકો તેની પાસે આવીને તું બે દિવસથી મારી બહેનને હેરાન કરે છે અને છેડતી કરે છે તેમ કહી યતીનના બાઇકમાં વચ્ચે બેસાડીને અહપરણ કરીને લઈ ગયા હતા. યતીનનું અપહરણ કર્યા બાદ અજાણ્યા યુવકો તેને દમણગંગાના નદીના પુલ નજીક આવેલા મુક્તિધામ પાસે લઈ જઈને કલેક્શનના રૂપિયા અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

સમગ્ર બાબતે ફરિયાદ દાખલ થતાં એેસ.ઓ.જી અને એલ.સી.બીના સ્કવોડની ટીમે સંકલનમાં રહીને ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે સ્કોડના પોલીસ કોન્સટેબલ ઓમપ્રકાશસિંહને બાતમી મળી હતી કે આ બનાવનો આરોપી સંજય જોન્સા રહે. મલાડ ઓટો શો-રુમમાં કામ કરે છે. બાતમીના આધારે સ્કોડના માણસોએ મહારાષ્ટ્ર જઈ તપાસ કરતા આરોપી નીલ જોન્સા ઝડપાઈ ગયો હતો. અરોપીની વધુ પુછપરછ કરતા અન્ય ત્રણ આરોપીઓની સંડોવળી સામે આવતા અજીમ મેમણ, ગૌતમ માલી, મદનલાલ માલીને પકડી પાડયા હતા.



પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ગૌતમ 2018માં ઈન્સ્ટાકાર્ડનું કલેક્શમાં ડીલેવરી બોય તરીકે કામ કરતો હતો તે દરમિયાન યતીન રોજ પૈસાનું કલેક્શન કરવા આવતો હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બનાવવાના આગલા દિવસે રવિવારની રજા હોવાથી શનિ-રવિના કલેક્શનના પૈસા અંગે ગૌતમને અગાઉથી જાણ હતી. આરોપીઓના પગાર ઓછા અને આર્થિક સંકળામણમાં રહેતા હોવાથી ચારે આરોપીઓએ ભેગા મળીને યતીનને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular