નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાશે છે. અમદાવાદમાં આજે PMનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. રોડ શો બાદ કમલમમાં નેતાઓ જોડે બંધ બારણે મિટિંગ યોજવાની હતી. જેમાં સિલેક્ટેડ નેતાઓને હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યું હતું. આ મિટિંગમાં અમદાવાદના મેયર મોડા પડતાં ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા.
PM મોદીના રોડ શો બાદ તેમણે ગાંધીનગરમાં કમલમ ખાતે BJPના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જોડાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર પણ કમલમ પહોંચ્યા હતા. પરંતુ તેમને ગેટ પર જ સિક્યોરિટી દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. રોડ શોમાં પાછળ રહી ગયા હતા અને કમલમમાં પહોંચતા મોડુ થઈ ગયું હતું જોકે તેમને અંદાજ પણ ન્હોતો કે તેમને ગેટ પર અટકાવી દેવાશે, પણ મેયરને રોકવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભર તડકામાં 20 મિનિટ સુધી બહાર ઉભા રહેવું પડ્યું હતું. મેયરે કમલમમાં ફોન કરી આ અંગે ઓફિસમાં જાણ કરી હતી. આખરે લિસ્ટમાં નામ ચેક કરી અને ભાજપના કાર્યકર્તાઓ મેયરને અંદર લઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના પ્રથમ નાગરિક એટ્લે કે મેયરને 20 મિનિટ સુધી ભર તડકામાં શેકાવું પડ્યું હતું. તે દરમિયાન મેયર બોર્ડની પાછળ સંતાઈને રહ્યા હતા. ભાજપના કાર્યકરોએ સતત નેતાઓને કોલ પણ કર્યા હતા તેમ છતાં 20 મિનિટ સુધી ગેટ પર ઉભું રહેવું પડ્યું હતું. આખરે લિસ્ટમાં તેમનું નામ ચેક કરવામાં આવ્યું પછી તેમને અંદર જવા મળ્યું હતું. આ બાબતે શરમમાં મુકાઈ જતાં મીડિયાથી બચવા મેયરને સંતાડીને અંદર લઈ ગયા હતા.
![]() |
![]() |
![]() |