Wednesday, July 1, 2026
HomeGeneralમુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઈન્ડિયન ઓઇલ કોર્પો.ને હાથ મિલાવ્યા: ઈન્ડિયન ઓઇલ નવા...

મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઈન્ડિયન ઓઇલ કોર્પો.ને હાથ મિલાવ્યા: ઈન્ડિયન ઓઇલ નવા નવ ક્રુડ ઓઇલ ટાંકા બાંધશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ મુંદ્રા ખાતે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને ક્રુડ ઓઈલના તેના જથ્થામાં વધારો કરવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપીએસઇઝેડ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન હાલના તેના ક્રુડ ઓઈલ ટેન્ક ફાર્મનું વિસ્તરણ કરશે, આમ મુંદ્રા ઈન્ડિયન ઓઇલ વધારાના વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રુડ ઓઈલ હેન્ડલ કરવા અને પ્રોસેસ કરવા સક્ષમ બનશે. તેના પરિણામે ઈન્ડિયન ઓઇલના હરયાણાની પાણીપત રિફાઇનરીના વિસ્તરણને નવું જોમ મળશે.



- Advertisement -

ભારતની ઝડપથી વધી રહેલી ઈંધણની જરુરિયાતને પહોંચી વળવા માટે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. તેની પાણીપત રિફાઇનરીની ક્ષમતામાં ૬૬ ટકા વધારીને વાર્ષિક ૨૫ મિલીઅન મેટ્રિક ટન કરશે. “મુન્દ્રા પોર્ટ એ આર્થિક ગતિવિધીઓનું એક મુખ્ય પ્રવેશદ્વાર છે જે મલ્ટિમોડલ કનેક્ટિવિટી પુરી પાડીને ભારતના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપે છે. “અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. ને સમર્થન આપવાનો અમારા માટે ગૌરવ અને આનંદનો પ્રસંગ છે. એમ એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર કરણ અદાણીએ જણાવ્યું હતું.

કરણ અદાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, જે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા ઈન્ડિયન ઓઇલના લાંબા ગાળાના ભરોસાપાત્ર ભાગીદાર તરીકે અદાણી પોર્ટ અને એસઇઝેડ મુન્દ્રા ખાતેના અમારા હાલના સિંગલ બ્યુઓય મૂરિંગ (એસબીએમ) પર વધારાનું વાર્ષિક 10 મિલીઅન મેટ્રિક ટન ક્રુડ ઓઇલ હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ છે. ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનોના બજારમાં લગભગ અડધો હિસ્સો ધરાવતા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. તેની રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક 80.55 મિલીઅન મેટ્રિક ટન અને 15,000 KM પાઇપલાઇનનું નેટવર્ક ધરાવે છે. ઈન્ડિયન ઓઇલની પાણીપત રિફાઈનરી માટે વાર્ષિક 15 મિલીઅન મેટ્રિક ટનની વર્તમાન ક્રુડ ઓઈલની જરૂરિયાતનો એક ભાગ મુંદ્રા પોર્ટ ખાતેના એસબીએમમાં હેન્ડલ કરવામાં આવે છે.

- Advertisement -


મુંદ્રા બંદરના કિનારેથી ૩-૪ કિ.મી. સ્થિર આ એસબીએમમાં વેરી લાર્જ કુડ કેરીઅર્સ (વીએલસીસી) ઠાલવવામાં આવે છે. સમુદ્રની અંદર બિછાવેલી પાઇપ લાઇન મારફત એસબીએમમાંથી આ ફુડ ઓઇલનું ટેન્ક ફાર્મમાં પરિવહન કરવામાં આવે છે અને બાદમાં આ ટાંકામાંથી મુંદ્રા પાણીપત પાઇપ લાઇન મારફત પાણીપત ખાતેની રીફાઇનરીમાં પહોંચે છે. હાલમાં ઈન્ડિયન ઓઇલ અદાણીના મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક અલાયદા વિસ્તારમાં ક્રુડ ઓઇલ ટેન્ક ફાર્મનું સંચાલન કરે છે, જેમાં કુલ 720,000 કિલો લીટરની ક્ષમતા સાથે 12 ટેન્કનો સમાવેશ થાય છે. 9 નવી ટાંકીઓના ઉમેરાથી આ સંગ્રહ ક્ષમતા 1,260,000 કીલો લીટર સુધી વધશે, આમ મુંદ્રા પોર્ટ ઈન્ડિયન ઓઇલ માટે અત્યાર સુધીનું સૌથી મોટું પોર્ટ આધારિત ક્રુડ ઓઇલ સ્ટોરેજની સગવડ ધરાવતું પોર્ટ બનશે.

તેમણે કરેલી જાહેરાત મુજબ આ સાથે ઈન્ડિયન ઓઇલ દ્વારા મુંદ્રા પાણીપત પાઇપલાઇનની ક્ષમતા વાર્ષિક 17.5 મિલીઅન મેટ્રિક ટન સુધી વધારવામાં આવશે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોર્ડે ડિસેમ્બર 2021માં ક્રુડ ઓઇલ ટેન્ક અને મુંદ્રા પાણીપત પાઇપ લાઇનની વૃદ્ધિ માટે રુ. 9000 કરોડના મૂડી ખર્ચને મંજૂરી આપી હતી. મુન્દ્રા પોર્ટ પરનો આ વિસ્તરણ પ્રોજેક્ટ APSE2 માં કેન્દ્ર હસ્તકના ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.ના વિશ્વાસને રેખાંકિત કરે છે, જે તેના બંદરીને આધુનિક બનાવવા, ટર્નએરાઉન્ડ ટાઈમમાં સુધારો કરવા અને આમ તેના ગ્રાહકો માટે મૂલ્યવર્ધક બનાવવાના વ્યૂહાત્મક અભિગમ દ્વારા આ વિશ્વાસ હાસલ થયો છે.

- Advertisement -



અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગે વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે.૬ વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્યુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિફ્યેટિવ (SBTI) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular