વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): વડોદરા જિલ્લાના નારેશ્વર નજીક રેતી ભરેલી ટ્રકની અડફેટે બાઈક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાની ઘટના બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવા અને કરજણના મામલતદાર અને સર્કલ ઓફિસર વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાતા વિવાદ વધ્યો છે. ભાજપ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ મામલતદારોએ આંદોલન એક તરફ તેજ બનાવી મનસુખ વસાવા માફી માંગે એવી રાજ્યભરના મામલતદારો માંગ કરી રહ્યા છે.

આ તમામ ઘટનાક્રમની વચ્ચે રાજપીપળાના કેટલાક નાગરિકોએ શહેરમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાની તરફેણમાં રેલી સ્વરૂપે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી વિક્રમ તડવી, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ભરત વસાવા, રાજપીપળા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, રાજુ વસાવા, મહિલા ભાજપ મહામંત્રી દક્ષાબેન પટેલ સહીતના શહેરના અન્ય આગેવાનો રેલીમાં જોડાયા હતા.
આગેવાનોએ જણાવ્યું હતું કે, રેતી અને ભુમાફિયાઓ ઘોર નિંદ્રામાં છે. ગુજરાતમાં ગેરકાયદેસર રેતી ખનન બંધ થવું જોઈએ, ખનન માફિયાઓની દાદાગિરી બિલકુલ નહીં ચાલે. ભાજપ સાંસદ મનસુખ વસાવા આદિવાસીઓનો અવાજ છે અને રહેવાના છે, તેઓ હિંદુ અને આદિવાસીઓની સંસ્કૃતિ જાળવવા અથાગ પ્રયત્નો કરે છે. ભુ માફિયાઓ અને રેતી માફિયાઓ પ્રેરિત મામલતદારોનું આંદોલન મનસુખ વસાવાના અવાજને દબાવવાનો એક પ્રયાસ છે. ઓવરલોડ ટ્રક્સને લીધે અગાઉ થયેલા અકસ્માતોમાં ઘણા લોકોના જીવ ગયા છે એમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. નારેશ્વરની ઘટના બાદ ગુજરાત સરકારે ગેરકાનૂની રેતી-માટી ખનનની પ્રવૃત્તિ સામે કડક પગલાં લીધા હોવાથી રેતી માફિયાઓ ગુજરાતના મામલદારો અને રેવન્યુ અધિકારીઓ પાસે મનસુખ વસાવાને બદનામ કરવા આંદોલન કરાવી રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












