Wednesday, July 1, 2026
HomeGeneralસાબરકાંઠા: ઓર્ગેનીક હળદળનું વાવેતર કરનાર ખેડૂતોના ખેતરોમાં ગ્રાહકોની લાઈન લાગે છે, ઓર્ગેનિક...

સાબરકાંઠા: ઓર્ગેનીક હળદળનું વાવેતર કરનાર ખેડૂતોના ખેતરોમાં ગ્રાહકોની લાઈન લાગે છે, ઓર્ગેનિક ખેતીથી ખેડૂતો બે પાંદડે

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સાબરકાંઠાઃ ધીરે ધીરે ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને અનેક પ્રકારની ઓર્ગેનિક ખેતી ગાયના છાણ અને મુત્રનો જીવામ્રુત બનાવી ખેતી કરી અધધ કમાણી પણ કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડા ગામમાં કેટલાક ખેડૂતો ઓર્ગેનિક ખેતીમાં સારી ઉપજ અને આવક મેળવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડ ગામના ખેડૂતો ઓર્ગેનિક હળદળની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. ખેડૂતો ઓર્ગેનિક ખેતી માટે ગાયના છાણ અને મૂત્રનો અર્ક બનાવી જીવામ્રુત મિક્સચર બનાવી ખેતી કરતા સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ઓર્ગેનિક હળદળનું જૂન મહિનામાં વાવેતર કરી જાન્યુઆરીમાં પાક લઈ તેનો પાવડર બનાવવાની પ્રોસેસ કરવામાં આવે છે.



- Advertisement -

ખેડૂતોના જણાવ્યા અનુસાર, હળદર ખેતરમાંથી કાઢી તેને સાફ કરી ગરમ પાણીમાં નાખીને બાફીને બોઈલ કરી તડકે સૂકવવામાં આવે છે ત્યારબાદ સુકવણી કરેલી હળદળને મશીનમાં સાફ કરી હળદળનો પાવડર બનાવી પેકેજીંગ કરવામાં આવે છે. ઓર્ગેનિક હળદળ ખરીદવા ગ્રાહકો ઘરે આવતા હોવાની સાથે બજારમાં પણ વેચાણ કરવામાં આવે છે. ઓર્ગેનિક હળદર થોડી મોંઘી હોય છે પણ ગુણકારી વધુ હોવાથી લોકો આની ખરીદી કરતા હોય છે. ખર્ચની વાત કરીએ તો હળદર પાછળ એક વીઘામાં ૭૦ થી ૭૫ હજારનો ખર્ચ થતો હોય છે તો આવક બે લાખથી પણ વધુ થાય છે અને એટલે જ ઓર્ગેનિક ખેતી કરીને ખેડૂતો મબલખ ઉત્પાદન સાથે આવક પર સારી મેળવે છે.

આમ તો અન્ય ખેતી કરતા ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતો ને આર્થિક રીતે ફાયદો વધુ થતો હોય છે એટલે ખેડૂતો ઓર્ગેનિક તરફ વળી રહ્યા છો તો આ હળદરમાં પણ અન્ય હળદર કરતા બજાર ભાવ સારા મળી રહ્યા છે અને લોકો પણ શુદ્ધ અને ગુણકારી હળદર પણ ખરીદી રહ્યા છે.


- Advertisement -



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular