નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત રાજનૈતિક રુપથી સૌથી મહત્વના મનાતા ઉત્તર પ્રદેશના સાથે સાથે પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં પણ નવી વિધાનસભાઓ અને સરકારોની ચૂંટણી થઈ છે. વિધાનસભા ચૂંટણીના મતદાનનો આજે સોમવારે છેલ્લો દિવસ હતો જે પુર્ણ થયા પછી તમામ ન્યૂઝ ટીવી ચેનલ્સે પોતાનો એક્ઝિટ પોલસ આપવાનો શરૂ કરી દીધો છે. નવજીવન ન્યૂઝ આપને મોટાભાગની તમામ ચેનલ્સના એક્ઝિટ પોલ્સના રિઝલ્ટ અહીં એક પ્લેટફોર્મ પર લઈને આવ્યું છે અને તેની સરેરાશ મેળવી ક્યાં કઈ સરકારને સત્તા મળશે તે દર્શાવશે.
શરૂઆતના એક્ઝિટ પોલ્સ મુજબ ચાર રાજ્યોમાં ભાજપ ગાદી બચાવવામાં સફળ દેખાઈ. એક્ઝિટ પોલ્સના મુજબ પંજાબને છોડીને અન્ય ચાર રાજ્યો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપા (ભારતીય જનતા પાર્ટી) સૌથી મોટી પાર્ટી બનીને આગળ આવતી જોવાઈ રહી છે. જોકે ઉત્તરાખંડ અને ગોવામાં તે બહુમતના આંકડાથી થોડી પાછળ જોવા મળી રહી છે.
ગોવાઃ ગોવામાં કુલ 40 બેઠકો છે જેમાંથી 21 બેઠકો પર બહુમત મળે છે. ઈટીજી રિસર્ચ પ્રમાણે ભાજપ 17-20, કોંગ્રેસ+ 15-17, ટીએમસી+3-4 પર છે, ઈન્ડિયા ટીવી- ગ્રાઉન્ડ ઝીરો રિસર્ચ પ્રમાણે ભાજપ 10-14, કોંગ્રેસ+ 20-25, ટીએમસી+ 3-5 અને અન્ય 0, ઈન્ડ્યા ટીવી સીએનએક્સ મુજબ, ભાજપ 16-22, કોંગ્રેસ+ 11-17, ટીએમસી+ 1-2, NewsX-Polstrat મુજબ, ભાજપ 13-17, કોંગ્રેસ+ 13-17, ટીએમસી+ 2-4, ટાઈમ્સ નાઉ-વેટો મુજબ, ભાજપ 14, કોંગ્રેસ+ 16 ટીએમસી+ 0, Zee News-DESIGNBOXED પ્રમાણે ભાજપ 13-18, કોંગ્રેસ+ 14-19, ટીએમસી+ 2-5, સરેરાશ જોવા જઈએ તો ભાજપ 16, કોંગ્રેસ+ 16, ટીએમસી+ 2 અને અન્ય 6 બેઠકો મેળવે તેવું લાગી રહ્યું છે.
મણિપુરઃ મણિપુરમાં કુલ બેઠકો 60 છે અને બહુમત માટે 31 જોઈએ. અહીં ઈન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ ભાજપ 23-28, કોંગ્રેસ+ 10-14 મેળવે તેમ છે. News 18 Punjab – P-MARQ મુજબ ભાજપ 27-31 કોંગ્રેસ+ 11-17 મેળવે તેમ છે, Zee News-DESIGNBOXED મુજબ અહીં ભાજપ 32-38, કોંગ્રેસ+ 12-17 મેળવે તેમ છે અને સરેરાશ તપાસીએ તો ભાજપ 30, કોંગ્રેસ 14 અને અન્ય 16 બેઠક મેળવે તેવું સામે આવી રહ્યું છે.
ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં સરકાર બનાવવા માટે 36 બેઠક જોઈએ જેની કુલ બેઠકો 70 છે. આવો આ ન્યૂઝના એક્ઝિટ પોલ્સ જોઈએ. ABP News-CVoter
પ્રમાણે ભાજપ 26-32, કોંગ્રેસ 32-38, આમ આદમી પાર્ટી 0-2, ETG Research પ્રમાણે, ભાજપ 37-40, કોંગ્રેસ 29-32 આપ 0-1 પર છે, News 24 પ્રમાણે ભાજપ 43, કોંગ્રેસ 24 અને આપ ખાતુ ખોલતું નથી. NewsX-Polstrat મુજબ ભાજપ 31-33, કોંગ્રેસ 33-35 અને આપ 0-30 બેઠકો મેળવે તેમ છે. Republic-TVના એક્ઝિટ પોલસ મુજબ ભાજપ 35-39, કોંગ્રેસ 28-34 અને આમ આદમી પાર્ટી 0-30, Times Now-VETO મુજબ, ભાજપ 37, કોંગ્રેસ 31 અને આપ 1 તથા અન્ય 0 પર છે. Zee News-DESIGNBOXED મુજબ ભાજપ 26-30, કોંગ્રેસ 35-40 અને આપ 00 પર છે. સરેરાશ જોવા જઈએ તો અહીં ભાજપ 35, કોંગ્રેસ 32, આપ 1 અને અન્ય 2 બેઠકો મેળવે તેવી સ્થિતિ છે.
પંજાબઃ પંજાબ કુલ 117 વિધાનસભા બેઠકો ધરાવે છે જેમાંથી 59 બેઠક પર જીત જરૂરી છે. ETG Researchના એક્ઝિટ પોલ મુજબ અહીં ભાજપ+ 3-7, કોંગ્રેસ 27-33, આપ 70-75 અને અકાલી+7-13, India Today મુજબ ભાજપ+ 1-4, કોંગ્રેસ 19-31, આપ 76-90, અકાલી+ 7-11, NewsX-Polstrat પ્રમાણે ભાજપ 1-6, કોંગ્રેસ 24-29, આપ 56-61 અને એકાલી+ 22-26, Republic-TV પ્રમાણે ભાજપ+ 1-3 કોંગ્રેસ 23-31, આપ 62-70 અને અકાલી+ 16-24, સરેરાશ પર નજર કરીએ તો અહીં ભાજપ+3, કોંગ્રેસ27, આપ 68, અકાલી+ 19 બેઠક લઈ જાય તેમ લાગે છે.
ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશની બેઠકોની વાત કરીએ તો અહીં કુલ બેઠક 403 છે જેમાંથી 202 પર જીત જરૂરી છે. ETG Research પ્રમાણે, ભાજપ+ 230-245, કોંગ્રેસ 2-6, સપા+ 150-165, બસપા 5-10, News 18 Punjab – P-MARQ પ્રમાણે ભાજપ+ 240, કોંગ્રેસ 4 સપા+140 અને બસપા 17, NewsX-Polstrat- ભાજપ+ 211-225, કોંગ્રેસ 4-6, સપા+ 146-160 અને બસપા 14-24 પર છે., સરેરાશ નજર કરીએ તો, ભાજપ+ 232, કોંગ્રેસ 4, સપા+ 150, બસપા 17 બેઠક મેળવે તેમ છે.
આમ નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપ+, પંજાબમાં આમ આદમી પાર્ટી, ગોવામાં વિજેતા ભાજપ/કોંગ્રેસ+ની કાંટાની ટક્કર, મણિપુરમાં ભાજપ, ઉત્તરાખંડમાં ભાજપ આગળ જોવા મળે છે. નવજીવન ન્યૂઝ પોતે એક્ઝિટ પોલ્સનથી કરતું, પરંતુ અન્ય જાણીતી ન્યૂઝ ચેનલ્સ દ્વારા કરાયેલા એક્ઝિટ પોલ્સની સરેરાશ પર અંદાજ લગાવે છે કે કયા રાજ્યમાં કયા દળ કે ગઠબંધનને સત્તા મળવાની શક્યતાઓ છે
![]() |
![]() |
![]() |