Wednesday, July 1, 2026
HomeGeneralસિંઘમ TDO કાજલ આંબલીયા: વાઘોડિયા તાલુકામાં તલાટીઓની કોરોના ગ્રાન્ટમાં પોલમપોલ બહાર લાવતા...

સિંઘમ TDO કાજલ આંબલીયા: વાઘોડિયા તાલુકામાં તલાટીઓની કોરોના ગ્રાન્ટમાં પોલમપોલ બહાર લાવતા તલાટીઓએ મોરચો માંડ્યો

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી): ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને ગતિશીલ બનાવવા રાજ્ય સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાંટની ફાળવણી કરે છે તેમ છતાં અનેક ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે. વિકાસ માટેની વિવિધ ગ્રાન્ટમાંથી કેટલાક ભ્રષ્ટ સરપંચ, તલાટી અને અધિકારીઓ-કર્મચારીઓ ગામડાઓના વિકાસના બદલે તેમના ખિસ્સાના વિકાસ માટે રચ્યા પચ્યાં રહે છે. કેટલાક સનિષ્ઠ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે મહિલા સિંઘમ TDO તરીકે જાણીતા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયા તેમની નિમણૂંક જે તાલુકા મથકે થાય ત્યાં ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ, ગામલોકોમાં જાગૃતિ અને ભ્રષ્ટાચારીઓ સામે સખ્ત કાર્યવાહી કરતા હોવાથી ભ્રષ્ટાચારીઓના પેટમાં તેલ રેડાતું, જોકે બદલી છત્તાં પોતાની કાર્યપદ્ધતીમાં ફેરફાર ન કરતાં કાજબ આંબલીયા હજુ પણ પોતાના કડક અને પ્રામાણિક્તાને વળગેલા રહેતા લોકોને હાંશકારો છે.



- Advertisement -

વાઘોડિયા ટીડીઓ તરીકે નિમણૂંક થતા ગેરકાયદેસર દબાણો તોડી નાખતા લોકોએ ભારે સરહના કરી હતી. તેમના ધ્યાનમાં વાઘોડિયાના ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ તલાટીઓએ કોરોના સંક્રમણ સમયે સેનેટાઇઝ ગ્રાન્ટમાં લાખ્ખો રૂપિયાની ગોલમાલ પકડી પાડતા તલાટીઓએ ટીડીઓ સામે તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડી જાય એટલે વિવિધ આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદપત્ર આપવાની સાથે રાજકીય આકાઓનું શરણ લીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ જિલ્લા વિકાસ અધિકારીએ ડેપ્યુટી ડીડીઓને સોંપી છે, આગામી સમયમાં મસમોટું કૌભાંડ બહાર આવવાની પ્રબળ સંભાવનાઓ રહેલી છે.



- Advertisement -

તાલુકા વિકાસ અધિકારીના સમર્થનમાં જવલ્લે જ સરપંચોનું સમર્થન જોવા મળે છે ત્યારે વાઘોડિયાના સરપંચો TDOના સમર્થનમાં

તલાટીઓએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ટીડીઓ સામે રજૂઆત કર્યા બાદ વાઘોડિયા તાલુકાના કેટલાક સરપંચો એ ટીડીઓની તરફેણમાં રજૂઆત કરી કહ્યું હતું કે, ટીડીઓ અમને કેવી રીતે કામગીરી કરવી, કેવી રીતે ગ્રાન્ટનો ઉપયોગ કરવો તેવા મુદ્દે તાલીમ આપે છે. આવા અધિકારીની તાલુકાને જરૃર છે. ટીડીઓ કોઇની પણ શેહશરમ રાખતા નથી અને તેમના આવ્યા પછી તાલુકામાં વિકાસ દેખાય છે. તેમના આવ્યા પછી લોકો પોતાની જાતે દબાણ દૂર કરતા થયા છે. જેથી આવા અધિકારી રહેવા જોઇએ. જો તેમની બદલી કરવામાં આવશે તો અમે વિરોધ કરી ગાંધીનગર સુધી રજૂઆત કરીશું.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular