Tuesday, June 30, 2026
HomeGeneral'ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ફરિયાદીની ફરિયાદ બાદ આટલા કડક પગલા લીધા'- રાજકોટ...

‘ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ફરિયાદીની ફરિયાદ બાદ આટલા કડક પગલા લીધા’- રાજકોટ કમિશનરની બદલી પછી સખીયા બંધુઓ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર લાગેલા ગંભિર આક્ષેપો બાદ તેમની સિંગલ ઓર્ડરથી બદલી કરી દેવામાં આવી છે. મનોજ અગ્રવાલની જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરાઈ છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.કે. ગઢવી અને પી.એસ.આઈ. સાખરા સહિત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે પીડિત સખીયા બંધુ દ્વારા એક પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી.

સખીયા બંધુએ રાજકોટમાં આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સરકાર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ફરિયાદીની ફરિયાદ બાદ આટલા કડક પગલા લીધા છે. સરકારની કાર્યવાહીનો સંતોષ વ્યક્ત કરવા સાથે તેમને કર્મનિષ્ઠ અધિકારીઓ અને પત્રકારોને બિરદાવ્યા પણ હતા. પરંતુ સાથે જ તેમને પત્રકારોના સવાલ પર આડકતરી રીતે આકરા જવાબ પણ આપ્યા હતા.

- Advertisement -



સખીયા બંધુએ કથિત તોડકાંડ માટે ચૂકવેલા 75 લાખ પરત મળ્યા કે કેમ આ સવાલ પર તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘મસાણે ગયેલા લાકડા પરત નથી આવતા, તેમ જો તેઓ મને પૈસા પરત આપે તો સાબિત થાય કે તેમણે પૈસા લીધા હતા.’સાથે જ તેમણે લાંચ મેળવવી અને લાંચ આપવી બંને ગુનો છે તો તમારા પર કાર્યવાહી થશે કે કેમ. આ સવાલ પર તેઓ એ કહ્યું હતું કે, “મારી સામે કાર્યવાહી થાય તો મને કોઈ વાંધો નથી. લેનાર ગુનેગાર છે પરંતુ આપનાર મજૂબર હોય છે. આ મામલે મારી ધરપકડ પણ કરવી હોય તો કરી શકે છે. પરંતુ વગર લાંચે કે વગર કમિશને કામ નથી થતું તેનું શું?”

રાજકોટ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પર કથિત તોડકાંડ બાંદ કાર્યવાહીમાં લીલી પાછળ સુકું બળ્યું હોય તેવો સવાલ થતા જગજીવન સખીયાએ જણાવ્યું હતું કે, ‘ગૃહવિભાગે કરેલી કાર્યવાહનો મને ખ્યાલ ન હોય, પરંતુ એક બ્રાન્ચના પી.આઈ. પી.એસ.આઈ. આ બધુ કરતા હોય તો બધાને ખ્યાલ જ હોય, તેમજ રાજકોટમાં જે ચાલ્યું તે પણ બધાને ખ્યાલ હોય. તો જો બધાને ખબર હોય તો તેમણે ફરિયાદ કરવી જોઈએ અને આવા કામ હું નહીં કરું તેમ અધિકારીને ના પાડી દેવી જોઈએ.’

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular