Tuesday, June 30, 2026
HomeGeneralયુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી પરત લાવવા માટે હવે એરફોર્સ પણ કામે લાગશે,...

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી પરત લાવવા માટે હવે એરફોર્સ પણ કામે લાગશે, PM મોદીએ આપ્યા નિર્દેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: યુક્રેનના યુદ્ધગ્રસ્ત શહેરો અને સરહદી વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત ઝડપથી પ્રયાસો કરી રહ્યું છે. PM મોદી પણ આ સમગ્ર ઓપરેશન પર નજીકથી નજર રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે- ઓપરેશન ગંગા હેઠળ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાને પણ આ ઓપરેશનમાં સામેલ થવા માટે કહ્યું છે. વાયુસેનાના વિમાનોના ઉમેરા સાથે ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યા પણ વધશે. આ સાથે જ ભારતથી મોકલવામાં આવતી રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વાયુસેનાના કેટલાય C-17 વિમાનો આજે ઉડાન ભરવાનું શરૂ કરી શકે છે.



- Advertisement -

જણાવી દઈએ કે આજે બપોર સુધીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓછામાં ઓછી ત્રણ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ નિર્ધારિત છે. આમાં રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી બે ફ્લાઇટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ ફ્લાઈટ્સ મુંબઈ અને દિલ્હી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ આજે સવારે 9મી ઈવેક્યુએશન ફ્લાઈટ ભારત પરત ફરવાની જાહેરાત કરતા કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે ટ્વીટ કર્યું કે જ્યાં સુધી અમારા સાથી ભારતીયો સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં.

ઓપરેશન ગંગા હેઠળ આવતા મુસાફરો

પ્રથમ ફ્લાઇટમાં – 128
બીજી ફ્લાઇટમાં – 216
ત્રીજી ફ્લાઇટમાં – 182
ચોથી ફ્લાઇટમાં – 240
પાંચમી ફ્લાઇટમાં – 249
છઠ્ઠી ફ્લાઇટમાં – 198
સાતમી ફ્લાઇટમાં – 240
આઠમી ફ્લાઇટમાં – 250
નવમી ફ્લાઇટમાં – 219

- Advertisement -

અત્યાર સુધીમાં કુલ 1922 મુસાફરો આવી ચૂક્યા છે. સૌથી પહેલા એર ઈન્ડિયાના 241 મુસાફરો આવ્યા હતા. જે બાદ યુક્રેનની ફ્લાઈટથી 182 ભારતીયો આવ્યા હતા. જેણે કિવથી ઉડાન ભરી હતી. ત્યારથી કિવ એરપોર્ટ બંધ હતું. એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગો આમાં કાર્યરત છે. બાકીની સ્પાઈસજેટ પણ ગઈકાલથી શરૂ થઈ ગઈ છે.





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular