Tuesday, June 30, 2026
HomeGeneralમોડાસા: લ્યો બોલો, APMC શેષ કૌભાંડની તપાસ સેક્રેટરીને સોંપતા અનેક તર્કવિતર્ક, મામલો...

મોડાસા: લ્યો બોલો, APMC શેષ કૌભાંડની તપાસ સેક્રેટરીને સોંપતા અનેક તર્કવિતર્ક, મામલો દબાવવાના મરણિયા પ્રયાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોડાસા: જિલ્લાના સૌથી મોટા માર્કેટ યાર્ડ મોડાસામાં શેષ કૌભાડ સામે આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂત એકતા મંચના અગ્રણીઓ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો બાદ મોડાસા Apmc દ્વારા પણ કૌભાડ થયું હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર કૌભાંડની તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.પરંતુ Apmc સત્તાધીશોની મળેલી બોર્ડ બેઠક માં શેષ કૌભાંડના ખોટા બિલો મળ્યા હોવાનું કહી સેક્રેટરી ને તપાસ સોંપવામાં આવી છે.ખેડૂત એકતા મંચ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ તપાસ સેક્રેટરી પાસેથી લઈ લેવામાં અને તપાસ માટે નિષ્પક્ષ કમિટીની રચના કરવામાં આવે.Sit ની રચના કરવામાં આવે આ મુદ્દે તપાસ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સક્ષમ અધિકારી કરે કે બજાર ધારા અન્વયે સક્ષમ અધિકારી દ્વારા થાય અને જે પણ તપાસ કરવામાં આવે તે નિષ્પક્ષ રાખવામાં આવે.સાથેજ માર્કેટ યાર્ડમાં જેટલા પણ વેપારી છે તેમના લાઇસન્સ વિગતો પણ ચેક કરવામાં આવે અને લાઇસન્સ વિના ચાલતી પેઢીઓ પણ તાત્કાલિક સિલ કરવામાં આવે જેથી અરવલ્લીના નિર્દોષ ખેડૂતો લૂંટાતા બચી શકે.



- Advertisement -

કૌભાંડનો સ્વીકાર પરંતુ તપાસમાં તરકટ….!!

Apmc માં થયેલા કૌભાડ ના પડગા અરવલ્લી જીલ્લા રહિત રાજ્ય ભરમાં પડ્યા છે અને ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો છે પરંતુ ખેડૂતોને શાંત કરવા માટે માત્ર તપાસ કરવામાં આવશે અને કૌભાડ થયું છે તો સ્વીકાર કરી સમગ્ર ઘટના પર ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જો ખરેખર ખેડૂતોની સંસ્થાને પૂરી કરવાનું કાવતરું ઘડનારા સામે પગલાં લેવાના જ હોય તો પછી પછી સમગ્ર કૌભાડ જેના હાથ નીચે થયું છે તેમને જ કેમ તપાસ સોંપવામાં આવી તેને લઈ ને પણ હવે જિલ્લાના ખેડૂતોના મનમાં સવાલો થઈ રહ્યા છે.સાથેજ સમગ્ર જિલ્લામાં કૌભાંડ દબાવવામાં આવશે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular