Tuesday, June 30, 2026
HomeGeneralગોધરાકાંડમાં મૃત્યુ પામેલા કારસેવકોને શ્રધ્ધાંજલી આપવામા આવી

ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા કારસેવકોને શ્રધ્ધાંજલી આપવામા આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ૨૭ ફેબુઆરી ૨૦૦૨માં સાબરમતી કાંડમાં મોતને ભેટેલા ૫૯ જેટલા કારસેવકોને શ્રધ્ધાજંલી આપવામા આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી ૨૦ વર્ષ પહેલા સાબરમતી એક્ષપ્રેસના કોચ એસ-૬ને અસામાજીક તત્વો દ્વારા આગ લગાવામા આવી હતી. જેમા ૫૯ જેટલા કારસેવકો જીવતા મોતને ભેટ્યા હતા.આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ કાંડમાં સામેલ આરોપીઓને પકડીને સજા પણ કરવામા આવી છે.



- Advertisement -

૨૭ ફેબ્રુઆરીના આ દિવસને યાદ કરીને મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવાનો કાર્યક્રમ દર વખતે રાખવામા આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સહીત અન્ય હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે હાથમા કેસરી ધજા સાથે અને જય શ્રીરામના નારા સાથે બસ સ્ટેશન વિસ્તાર, ભુરાવાવ, પાવર હાઉસ, થઈને ખાડી ફળિયા થઈને ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે જ્યા સાબરમતી ટ્રેનનો કોચ સળગાવી દેવામા આવ્યો હતો, ત્યા પહોચીને મોતને ભેટેલા હુતાત્માઓને શ્રધ્ધાજંલી આપવામા આવી હતી. સાથે શ્રીરામ જયરામ જયરામ અને ઓમ રામનો પાઠ કરવામા આવ્યો હતો.

વીએચપીના અગ્રણી અજય વ્યાસે જણાવ્યુ હતુ કે, ૨૦ વરસની પુ્ણ્યતીથી ઉપર કારસેવકોનુ સ્મરણ કરીને હિન્દુ સમાજ શ્રધ્ધાજંલી આપવામા આવી હતી. વધુમા તેમને જણાવ્યુ હતુ આ કાંડમાં સામલે આરોપીઓને ફાંસી થાય તેમજ અધ્યોધ્યામાં ભગવાન રામનુ મંદિર બને તેજ સાચી શ્રધ્ધાજંલી હશે. આજના દિવસે ગોધરા ખાતે સુંદરકાંડનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular