વિશાલ મિસ્ત્રી (નવજીવન. રાજપીપળા): રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં ઘણા નિરાધાર લોકો શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ગમે તેવી કપરી સ્થિતિમાં રોડ-રસ્તા પર કે પછી કોઈ પુલ નીચે વસવાટ કરી રહ્યા છે.હવે એવા જ અનેક નિરાધારો માટે આધાર બનીને આવ્યું છે રાજપીપળા નગરપાલિકા.રાજપીપળામાં 2.67 કરોડના ખર્ચે નિરાધારો માટે સેલ્ટર હોમ આગામી એક વર્ષમાં જ તૈયાર થઈ જશે.

ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત રાજ્યના પ્રથમ એવા પાકા બાંધકામ વાળા રેન બસેરા સેન્ટર ફોર અર્બન હોમલેશના પાકા મકાનનું રાજપીપળામાં માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં સાંસદ મનસુખ વસાવા, મહારાણી રુકમણી દેવી, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ હેમંત માછી, કારોબારી અધ્યક્ષ સપના વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન કિંજલ તડવી, ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા સહિત પાલિકા સભ્યો, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લગભગ 100 જેટલા લોકો રહી શકે એવા મકાન 1200 સ્કેરફૂટ જગ્યામાં બનાવવામાં આવશે.જેમાં ગાર્ડન, ઓફિસ, બહુમાળી મકાન કિચન લેડીઝ જેન્ટસની વ્યવસ્થા અલગ રહેશે.જે લોકો રાત્રીના અટવાયા હોય અને તેમની પાસે રહેવા જમવાની વ્યવસ્થા ના હોય, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં સુઈ રહેતા હોય તેવા લોકોને પણ આ રેનબસેરામાં સુવા માટેની સગવડ આપવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












