નવજીવન ન્યૂઝ. મોડાસા : આજકાલ સમગ્ર દેશમાં ધૂમધામથી ફિલ્મી સ્ટાઇલથી લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યા છે ત્યારે મોડાસા શહેરના અગ્રણી બિલ્ડર અને સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા કમલેશ પટેલએ તેમના પુત્રના લગ્નની કોવીડ ગાઈડલાઈન અનુસાર શ્રમિક પરિવારો સાથે જમણવાર યોજી અનોખી ઉજવણી કરી માનવતા મહેકાવી હતી. લગ્નપ્રસંગના ભવ્ય રિસ્પેશનની બિલ્ડર પરિવારે શ્રમિકોએ સાથે ભોજનની લિજ્જત માણી હતી.


મોડાસા શહેરના અગ્રણી બિલ્ડર કમલેશ પટેલ લાયન્સ ક્લબ સહીત અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં તેમના એન્જીનીયર પુત્ર હિલનના લગ્ન પાયલોટ રચના સાથે સંપન્ન થતા લગ્ન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે શ્રમિકોને ભવ્ય રિસેપ્સન આપતા શ્રમિક પરિવારો અને તેમના બાળકો બિલ્ડરની મહેમાન નવાજીથી જુમી ઉઠ્યા હતા. બીલ્ડર પરિવાર તેમના સગા-સબંધીઓએ શ્રમિક પરિવારો સાથે જમણવારની લિજ્જત માણી હતી. શ્રમિક પરિવાર અને તેમના બાળકો શૂપ થી લઇ વિવિધ ફરસાણ અને મીઠાઈ આરોગી હતી અને નવ દંપતિને શ્રમિક પરિવારોએ ગામઠી ગીત અને નૃત્ય કરી આશીર્વાદ આપ્યા હતા. બિલ્ડરના પુત્રના લગ્ન પ્રસંગમાં શ્રમિકો માટે યોજેલ રિસેપ્સનની લોકોએ સરાહના કરી હતી.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












