Saturday, April 25, 2026
HomeGujaratસાબરકાંઠા SOG પોલીસ મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં ત્રાટકી : કુખ્યાત પશુ ચોરને...

સાબરકાંઠા SOG પોલીસ મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં ત્રાટકી : કુખ્યાત પશુ ચોરને દબોચી લીધો, બે જીલ્લામાં વોન્ટેડ હતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લા પોલીસવડા નીરજ કુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલી રહી છે. મોડાસા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા અને પશુ તસ્કરીમાં બદનામ થયેલ ચાંદ ટેકરી વિસ્તારમાં એકલ દોકલ પોલીસ જીપમાં રેડ કરવી ઉચીત ન હોવાનું ખુદ પોલીસ તંત્ર માની રહ્યું છે. ત્યારે સાબરકાંઠા એસઓજી પોલીસે સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લામાં પશુ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી આઝાદ માનુ મુલતાનીને ઘરેથી ઉઠાવી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.




સાબરકાંઠા એસઓજી મહિલા પીએસઆઈ કોમલ રાઠોડને સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરીના અને ગાંધીનગર જીલ્લામાં પશુ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા ૬ વર્ષથી બંને જીલ્લા પોલીસને થાપ આપી નાસતો-ફરતો રીઢો પશુ ચોર આઝાદ માનું મુલતાની મોડાસા શહેરના ચાંદ ટેકરી વિસ્તારમાં તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલ રાઠોડ તેમની ટીમ સાથે આરોપીના ઘરને કોર્ડન કરી ઉંઘતો ઝડપી લીધો હતો. પશુચોરીમાં બદનામ ચાંદ ટેકરી વિસ્તારમાં સાબરકાંઠા એસઓજીના મહિલા પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે રેડ કરી પશુ ચોરને દબોચી લેતા મહિલા પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમની કામગીરીની જીલ્લા પોલીસવડા અને એસઓજી પીએસઆઇએ સરહના કરી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular