તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ.રાજકોટ): રાજકોટ પોલીસ કમિશનર પર ધારાસભ્ય અને સાંસદના ટકાવારી લઈ હવાલાના આરોપનો મામલો શાંત નથી થયો ત્યાં નવા-નવા આરોપ સામે આવી રહ્યા છે. આ મામલે પોલીસ કમિશનર 2 દિવસથી ભુગર્ભમાં હોય તેમ જણાય છે. ત્યારે આજે એક ટિમ્બરના વેપારીએ પ્રેસના માધ્યમથી પોતાની આપવીતી જણાવતા ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
રાજકોટમાં લાટી ચલાવતા ટિમ્બરના વેપારી એ પ્રેસના માધ્યમથી તેમની સાથે બનેલી ઘટના જણાવી હતી. રાજેન્દ્રભાઈ નામના આ વેપારી એ આપવીતી જણાવતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર ઉઠાવી જવાના અને કોરા ચેક લખાવી લેવાના આરોપ લગાવ્યા છે. ટુંકમાં કહીએ ધારાસભ્યએ પોલીસ કમિશનર ટકાવારી લઈ હવાલા રાખે છે તેવા આક્ષેપ કર્યા બાદ રાજકોટના લોકોમાં પોલીસની દાદાગીરી સામે બોલવાની હિમ્મત આવી ગઈ હોય તેમ જણાય છે.
આ વેપારીનું કહેવું છે કે તેમના દ્વારા 15-05-2019 ના રોજ ગાંધીધામ(કચ્છની) એક કંપની પાસેથી માલ લેવાયો હતો. જે માલ 90 દિવસની ક્રેડિટ પર ખરીદેલો હતો, જે બાબતે તેમને કંપનીના મેનેજરને પણ મુલાકાત કરી હિસાબની ચર્ચા કરી હતી. ત્યાર બાદ તારીખ 21-12-2021ના રોજ તેમના ધંધાના સ્થળે ક્રાઈમ બ્રાન્ચ ઘસી આવી હતી. જ્યાં વેપારીના ભાઈની પુછપરછ કરી તેમના ઘરે ગયા અને ઘરના સભ્યોને ધમકાવી જતા રહ્યા હતા.
બાદમાં ક્રાઈમ બ્રાન્ચ ગાડી લઈ તેમના ધંધાના સ્થળે ફરી જઈ તેમને માર મારી ઉઠાવી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે વેપારીને લઈ જઈ ત્યાં તેમને બેસાડી રાખી પુરી દેવાની અને 6 મહિના ગાયબ કરી દેવાની ધમકી તેમજ માલ સીલ કરી દેવાની ધાક ધમકી આપી કોરો ચેક મંગાવવા દબાણ કર્યું. કોરા ચેક હાથ લાગતા ક્રાઈમ બ્રાન્ચે 1.90 લાખના બે ચેક કુલ રકમ 3.80 લાખના ચેક લખાવી લીધા હતા. પીડિત વેપારી આ મામલે ક્રાઈમ બ્રાન્ચના જાડેજા સાહેબ તેમજ ગઢવી સાહેબની ઓફિસ અને ટીમ હાજર હોવાના આરોપ કર્યા હતા.
વધુમાં વેપારીએ જણાવ્યું હતુ કે, આ મામલે વેપારીના ભાઈએ પોલીસ કમિશનરને અરજી કરી ફરિયાદ પણ કરેલી હતી. તેમજ તેમના દ્વારા આરટીઆઈ કરી સબંધીત માહિતી પણ માંગવામાં આવી હતી. પરંતુ કોઈ પણ કાર્યવાહી પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












