નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાતમાં સકારી ચોપડે નોંધાયેલા કેસ અને કોરોના મૃત્યુ સહાય માટે આવેલી અરજીઓમાં જમીન આસમાનનો તફાવત જોવા મળ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે મંજૂર કરેલી અરજીને ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર છે. રાજ્ય સરકારોએ ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની જરૂર છે.
ગુજરાત સરકારે કોરોના મૃત્યુ સહાય અંગે સુપ્રીમ કોર્ટમાં વિગતો રજૂ કરી હતી. ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા 10579 મૃત્યુની સામે સહાય માટે 1,02,230 મૃત્યુની અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાત સરકારે 87045 અરજીઓ મંજૂર કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા હુકમ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે રાજ્ય સરકાર ચીફ મિનિસ્ટર સેક્રેટરીએટના ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવા પણ હુકમ કર્યો છે. નોડલ ઓફિસર અને મેમ્બર સેક્રેટરી એક બીજાના સંકલનમાં મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવાની કામગીરી કરશે. આંકડા જ નહીં પરંતુ મૃતકોના નામ, સરનામાં, મૃત્યુ તારીખ સહિતની વિગતો રજૂ કરવા હુકમ કર્યો છે. આ તમામ વિગતો રાજ્ય સરકારો તેમના રાજ્યની લીગલ સર્વિસીસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરીને પુરી પાડે.
વેલ્ફેર સ્ટેટ તરીકે વળતર આપવાની જવાબદારી સરકારની છે. રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી. કોઈ કારણોસર સહાય અરજીઓ નામંજુર ન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યને આદેશ કર્યો છે. જેના માટે સરકારે બજેટમાં પ્રોવિઝન કરવાને બદલે ચીફ મિનિસ્ટર કોવિડ રિલીફ ફન્ડ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનજમેન્ટ ફન્ડમાં થી મૃતકોના પરિજનોના વળતર ચૂકવાય તેમ જણાવ્યુ હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












