Thursday, April 23, 2026
HomeGeneralક્રિપ્ટોકરન્સી ક્યારેય કાયદેસર ચલણ નહીં બને, કરવેરા બાદ નાણાં સચિવે ક્રિપ્ટો પર...

ક્રિપ્ટોકરન્સી ક્યારેય કાયદેસર ચલણ નહીં બને, કરવેરા બાદ નાણાં સચિવે ક્રિપ્ટો પર કહી આ મોટી વાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: નાણાં સચિવ ટી વી સોમનાથને ગુરુવારે ક્રિપ્ટોકરન્સીની કાયદેસરતા અંગે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ખાનગી ડિજિટલ કરન્સી ક્યારેય કાનૂની ચલણ નહીં બને. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સપ્તાહે સંસદમાં રજૂ કરેલા 2022-23ના બજેટમાં ક્રિપ્ટોકરન્સી અને અન્ય ડિજિટલ એસેટ્સમાં ટ્રાન્ઝેક્શનના નફા પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક મર્યાદાથી વધુના વ્યવહારો પર એક ટકા ટીડીએસ(ટેક્સ ડિડક્શન એટ સોર્સ) લાદવાની પણ જાહેરાત કરી હતી.

સોમનાથને પીટીઆઈને જણાવ્યું હતું કે જેમ સોનું અને હીરા મૂલ્યવાન હોવા છતાં લીગલ ટેન્ડર નથી, તેવી જ રીતે ખાનગી ક્રિપ્ટોકરન્સી ક્યારેય લીગલ ટેન્ડર નહીં બને. “ક્રિપ્ટો ક્યારેય કાયદેસરનું ચલણ નહીં બને. કાયદા અનુસાર કાયદેસર ચલણનો અર્થ એ છે કે તે દેવાની પતાવટમાં સ્વીકારવામાં આવશે. ભારત કોઈપણ ક્રિપ્ટો એસેટ્સને કાયદેસર ચલણ બનાવશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ડિજિટલ રૂપિયો જ દેશમાં કાનૂની ટેન્ડર હશે.”

- Advertisement -



ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિશ્વમાં માત્ર અલ-સાલ્વાડોરે જ બિટકોઇનને કાયદેસર ચલણ તરીકે સ્વીકાર્યો છે. ક્રિપ્ટોને અન્ય કોઈ દેશમાં કાયદેસર ચલણનો દરજ્જો મળ્યો નથી. દેશમાં ક્રિપ્ટો કરન્સી માટે નિયમો બનાવવા માટે ચર્ચા ચાલી રહી છે. પરંતુ હજી સુધી કોઈ ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો નથી. દરમિયાન આગામી નાણાકીય વર્ષથી સેન્ટ્રલ બેન્કની ડિજિટલ કરન્સી અમલમાં આવશે.

સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટો એસેટ્સના નિયમન અંગે ખરડો લાવવાની વાત સંસદના કામકાજમાં સામેલ કરવામાં આવી હતી પરંતુ હાલના બજેટ સત્રમાં આવું નથી તેવા સવાલના જવાબમાં સોમનાથને કહ્યું હતું કે, “એવું લાગ્યું હતું કે ક્રિપ્ટો પર કાયદો લાવતા પહેલા તેની વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે. આ ચર્ચાનો હેતુ એ બાબતની તપાસ કરવાનો છે કે તેના માટે નિયમનની જરૂર છે કે કેમ.”

- Advertisement -

નાણા સચિવે કહ્યું, “અમારી સિસ્ટમ લોકતાંત્રિક છે. લોકશાહીમાં સરકાર કંઈક તો શરૂ કરી દે છે પણ પછી પ્રત્યાઘાત પડે છે. સરકાર તે જવાબ સાંભળી રહી છે અને તેનો આધાર હજુ સુધી અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યો નથી…. દરમિયાન, ક્રિપ્ટો અને અન્ય ડિજિટલ એસેટ્સમાં વ્યવહારો સતત વધી રહ્યા હોવાથી, કરની સ્પષ્ટતા જરૂરી હતી.”




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular